ભારતમાં કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે દેશભરમાં રસી આપવામાં આવી રહી છે. હવે ભારત સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહથી પ્રથમ હરોળના હેલ્થ વર્કર્સને પણ સાથે સાથે કોરોના રસી આપવાનું શરૂ કરવાના આદેશ આપ્યા છે. બીજી તરફ કોરોનાના એક્ટિવ કેસો ઘટીને હવે 1.71 લાખ પર આવી ગયા છે, અને 5.50 ટકાનો તેમાં ઘટાડો પણ થયો છે.
કોરોના વાઇરસના સંક્રમિત દર્દીઓમાં સક્રિય કેસ માત્ર 1.71 લાખ એટલે કે 1.60 ટકા છે, જ્યારે બાકીના અન્ય દર્દીઓને સાજા થઇ ગયા છે. ભારતમાં અત્યાર સુધીમાં 19.5 કરોડ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. એક અંદાજે પ્રમાણે અત્યાર સુધી 31 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.
હવે ફ્રન્ટલાઇન હેલ્થ વર્કર્સને પણ રસી આપવાનું શરૂ કરાશે જેથી તેમાં વધારો થશે. બીજી તરફ કોરોના રસી આપવાની કામગીરી થઇ રહી છે, એવામાં હેલ્થ વર્કર્સને રસી આપવામાં આવી રહી છે. બીજી તરફ રસી લીધેલા હેલ્થ વર્કર્સના મોતની કેટલીક ઘટનાઓ બહાર આવી રહી છે જોકે મોતનું કારણ રસી ન હોવાનું તંત્ર જણાવે છે.
ઉત્તરપ્રદેશમાં 55 વર્ષીય હેલ્થ વર્કરનું રસી લીધા બાદ મોત થયું હતું, ગુરૂવારે પિલિભિતમાં હેલ્થ વર્કર પ્રતાપ રામને કોરોનાની રસી આપવામાં આવી હતી ને સાંજે અચાનક તે બિમાર પડતા મોત થયું હતું, તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવે તે પહેલા જ મોત નિપજ્યું હતું. જોકે સ્થાનિક ચીફ મેડિકલ ઓફિસર (સીએમઓ) ડો. સીમા અગ્રવાલે કહ્યું હતું કે મૃતકને હૃદયની બીમારી હતી, જેને કારણે તેમનું મૃત્યુ થયું છે રસીને કારણે નહીં.