અમદાવાદમાં 12 જૂને થયેલી વિમાન દુર્ઘટનાના પ્રાથમિક તપાસ અહેવાલમાં ફ્યુઅલ સ્વીચના મુદ્દેપાયલટની ગંભીર હોવાનો સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો હતો. જોકે આ રીપોર્ટ સામે અસંમતિ વ્યક્ત કરતાં એરલાઇન્સ પાયલટ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે આ ક્રેશ માટે પાયલોટ પર દોષનો ટોપલો ઢોળવામાં આવ્યો છે તપાસ ગુપ્તતાથી ઘેરાયેલો છે.પાયલટ સામે પક્ષપાતી લાગે છે અને ઉતાવળમાં આ નિષ્કર્ષ કાઢવામાં આવ્યું છે. તપાસનો ટોન અને દિશા પાયલટની ભૂલનો સંકેત આપે છે. અમે આ ધારણાને સ્પષ્ટપણે નકારી કાઢીએ છીએ અને નિષ્પક્ષ, તથ્ય-આધારિત તપાસનો આગ્રહ રાખીએ છીએ. લાયક, અનુભવી કર્મચારીઓ – ખાસ કરીને લાઇન પાઇલટ્સ – હજુ પણ તપાસ ટીમમાં સામેલ કરાયા નથી.
અહીં ઉલ્લેખનીય છે કે એર ઇન્ડિયાના વિમાનના કમાન્ડિંગ પાઇલટ 56 વર્ષીય સુમિત સભરવાલ હતાં, જેમને કુલ 15,638 કલાક ઉડાનનો અનુભવ હતો. તેમના સહ-પાઇલટ ક્લાઇવ કુંદર હતા, જેમને કુલ 3,403 કલાકનો ઉડાનનો અનુભવ હતો.
જોકે ભારતના નાગરિક ઉડ્ડયન પ્રધાન કિંજરાપુ રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે આ અહેવાલ પ્રારંભિક તારણો પર આધારિત છે અને અંતિમ અહેવાલ પ્રકાશિત ન થાય ત્યાં સુધી કોઈ નિષ્કર્ષ પર ન આવવું જોઈએ, આપણી પાસે આખી દુનિયામાં સૌથી અદભૂત પાઇલટ્સ અને ક્રૂ કાર્યબળ છે. દેશના પાઇલટ્સ અને ક્રૂ જે પ્રયાસો કરી રહ્યા છે તેની હું પ્રશંસા કરું છું, અમે પાયલટ્સના કલ્યાણ અને સુખાકારીની પણ કાળજી રાખીએ છીએ. આ તબક્કે કોઈ નિષ્કર્ષ પર ન જઈએ અને અંતિમ અહેવાલની રાહ જોઈએ.
