શ્રી વલ્લભ નિધિ યુકે દ્વારા સ્વજનોના આત્માની શાંતિ પ્રદાન કરવા અને તેમને મોક્ષ પ્રાપ્ત થય તે માટે આદરણીય પૂજ્યશ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યાજીના શ્રીમુખે પ્રથમ સામુહિક શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન શ્રી સનાતન હિંદુ મંદિર, ઈલિંગ રોડ, અલ્પર્ટન, વેમ્બલી HA0 4TA ખાતે તા. 27 મેથી 3 જૂન 2023 સુધી રોજ બપોરે 3.30 થી 6.30 સુધી કરવામાં આવ્યું છે.
યુકે તથા ભારતમાં આવી સપ્તાહનું આયોજન કરવું વધુને વધુ મુશ્કેલ અને ખર્ચાળ બની રહ્યું છે ત્યારે યુકેમાં વસતા લોકો પોતાના પ્રિયજનની સ્મૃતિમાં નજીવી કિંમતે પોથીની નોંધણી કરાવવાની સેવા લઇ શકશે.
વધુ વિગતો માટે સંપર્ક: નરેન્દ્રભાઈ ઠકરાર – ઈમેલ: Chairman@svnuk.org – 0208 903 7737 અને 07966 468 687
