અમેરિકામાં એસોસિયેટ એટર્ની જનરલ તરીકે નોમિનેશન બાદ વનિતા ગુપ્તાએ વિલ્મિગ્ટનમાં સાત જાન્યુઆરી 2021ના રોજ ધ ક્વીન થીયેટરમાં સંબોધન કર્યું હતું. (Photo by Chip Somodevilla/Getty Images)

અમેરિકામાં પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયેલા જો બાઇડને ઓસોસિયેટ એટર્ની જનરલ તરીકે ઇન્ડિયન અમેરિકન વનિતા ગુપ્તાની ગુરુવારે પસંદગી કરી હતી. બાઇડને એટર્ની જનરલ તરીકે જજ મેરિક ગાર્લેન્ડની પસંદગી કરી હતી.
તેમણે ડેપ્યુટી એટર્ની જરનલ તરીકે લિઝા મોનાકો અને આસિસ્ટન્ટ જનરલ તરીકે ક્રિષ્ટન ક્લાર્કના નોમિનેશનની જાહેરાત કરી હતી.

46 વર્ષીય વનિતા ગુપ્તા હાલમાં લીડરશીપ કોન્ફરન્સ ઓન સિવિલ એન્ડ હ્યુમન રાઇટ્સના પ્રેસિડન્ટ અને સીઇઓ છે. જો અમેરિકાની સેનેટ મંજૂરી આપશે તો ગુપ્તા અમેરિકાના ન્યાય વિભાગમાં સર્વોચ્ચ પદ પ્રાપ્ત કરનાર ઇન્ડિયન અમેરિકન બનશે. આ હોદ્દા પર તે પ્રથમ અશ્વેત મહિલા બનશે. વનિતા ગુપ્તા કાયદાના અભ્યાસુ છે. ભારતીય મૂળના અમેરિકન વનિતા ગુપ્તા 38 આફ્રિકી અમેરિકનને છોડાવવાના કેસમાં પ્રકાશમાં આવ્યા હતા. આ કેસમાં 38 લોકો ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવ્યા હતા, જેમને વનિતા ગુપ્તાએ મદદ કરી હતી