Government opposes Vedanta-Hind Zinc deal, slams Anil Agarwal
વેદાંત રિસોર્સિંગ (ઇન્ડિયા)ના ગ્રૂપ ચેરમેન અનિલ અગ્રવાલનો ફાઇલ ફોટો (Getty Images)

વેદાંતના ચેરમેન અનિલ અગ્રવાલે મંગળવારે જણાવ્યું હતું કે કંપની તેના વિવિધ બિઝનેસમાં 20 બિલિયન ડોલર સુધીનું રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છે. અગ્રવાલ કંપનીની 56મી વાર્ષિક સભા દરમિયાન શેરહોલ્ડર્સને સંબોધન કરી રહ્યાં હતા.

રેટ્રોસ્પેક્ટિવ ટેક્સમાં સૂચિત સુધારાને આવકારતા તેમણે જણાવ્યું હતું કે તેનાથી વેદાંતને પોઝિટિવ અસર થશે તથા આશરે રૂા.22,00 કરોડના ટેક્સ કેસનો ઉકેલ આવશે. ભારત આર્થિક પરિવર્તનની અણી પર હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે ભારત 2.6 ટ્રિલિયન ડોલરમાંથી 5 ટ્રિલિયન ડોલર અને તે પછી 10 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનશે.

અનિલ અગ્રવાલની વેદાંતા લિમિટેડ ચાંદીનું ઉત્પાદન બમણું કરવા અને સ્ટીલની ક્ષમતાને બમણી કરવા સહિત વિવિધ બિઝનેસમાં 20 બિલિયન ડોલરનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. જોકે, કંપનીએ 20 બિલિયન ડોલરના રોકાણ માટે સમયરેખા સ્પષ્ટ કરી નથી. તેઓએ જણાવ્યું હતું કે અમે ભારતમાં એલ્યુમિનિયમના સૌથી મોટા ઉત્પાદક છીએ તેમજ ચાંદીનું ઉત્પાદન બમણું કરવા તરફ ધ્યાન આપી રહ્યા છે. તેઓએ સ્ટીલની ક્ષમતા પણ બમણી કરવા પર ભાર મુક્યો હતો. અનિલ અગ્રવાલે કહ્યું હતું કે તેમની કંપની 10 વર્ષ દરમિયાન સરકારી ખજાનામાં 2.7 લાખ કરોડનું યોગદાન આપી ચુકી છે. વેદાંતા તેલ અને ગેસનું સ્થાનિક ઉત્પાદન 50 ટકા વધારવા પર વિચારણા કરી રહી છે જેથી માંગ પુરી થઇ શકે.