સંધ્યા
FILE PHOTO**(PTI Photo)

દિવંગત ફિલ્મ નિર્માતા વી શાંતારામના પત્ની પીઢ અભિનેત્રી સંધ્યા શાંતારામનું વય-સંબંધિત બિમારીઓને કારણે અવસાન થયું છે, એમ તેમના પરિવારે શનિવારે જણાવ્યું હતું. તેઓ 94 વર્ષના હતાં. તેમના અંતિમ સંસ્કાર મુંબઈના દાદર સ્થિત શિવાજી પાર્કમાં વૈકુંઠ ધામ ખાતે કરવામાં આવ્યા હતાં.

સંધ્યા શાંતારામ સુપ્રસિદ્ધ ફિલ્મ નિર્માતાના ત્રીજી પત્ની હતા અને “દો આંખે બારહ હાથ” (1957), “નવરંગ” (1959), “ઝનક ઝનક પાયલ બાજે” (1955), અને “પિંજરા” (1972) જેવી ફિલ્મોમાં અગ્રણી ભૂમિકા ભજવી હતી.
વી શાંતારામના પુત્ર કિરણ શાંતારામે જણાવ્યું હતું કે પીઢ અભિનેત્રીએ શુક્રવારે રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. તેમનું ગઈકાલે રાત્રે 10 વાગ્યે રાજકમલ સ્ટુડિયોમાં અવસાન થયું, જ્યાં તેઓ રહેતા હતા. તેઓ છેલ્લા ચારથી પાંચ વર્ષથી બીમાર હતાં. અમે ઘણી વાર તેમને કહેતા કે તેઓ ૧૦૦ વર્ષની થાય ત્યાં સુધી અમારી સાથે રહેશે. સૌથી દુઃખદ વાત એ હતી કે મારા પિતા સાથે તેમને કોઇ સંતાન ન હતાં. પરંતુ તેઓ મને અને મારી બહેનોને પોતાના બાળકો જેવો જ માનતા હતાં.

1950 અને 60ના દાયકાના લોકપ્રિય અભિનેત્રી સંધ્યા શાંતારામે મુખ્યત્વે હિન્દી અને મરાઠી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમની કેટલીક જાણીતી ફિલ્મોમાં “સેહરા”, “જલ બિન મછલી નૃત્ય બિન બિજલી” અને “અમર ભૂપાલી”નો પણ સમાવેશ થાય છે.

LEAVE A REPLY