Vidya Balan in Dirty Picture
(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

વિદ્યા બાલન અને મૂળ ગુજરાતી અભિનેત્રી શેફાલી શાહ હવે એક નવી ફિલ્મમાં સાથે જોવા મળશે. વિદ્યા બાલન છેલ્લે ફિલ્મ શેરનીમાં જોવા મળી હતી. તે ફિલ્મોની પસંદગી બહુ જ કાળજીપૂર્વક કરે છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાની નવી ફિલ્મની માહિતી આપી છે. તેણે જણાવ્યું છે કે, તેની નવી ફિલ્મનું નામ જલસા છે. જેમાં તેની સાથે શેફાલી શાહ કામ કરતી જોવા મળશે.

ફિલ્મમાં બંને અભિનેત્રીઓ મુખ્ય ભૂમિકામાં હશે. આ એક જુદા પ્રકારની ફિલ્મ છે, જેનું શૂટિંગ મુંબઇમાં શરૂ થઇ ગયું છે. સાથે વિદ્યાએ આ ફિલ્મનું પોસ્ટર પણ પોસ્ટ કર્યું છે. જેમાં આ ફિલ્મની રિલીઝ તારીખ વર્ષ 2022ની છે.
જોકે આ ફિલ્મની સ્ટોરી અંગે વિદ્યાએ કંઇ જણાવ્યું નથી. પરંતુ તેની વાત પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે, વિદ્યા અને શેફાલી સાથેની આ ફિલ્મ મહિલા પ્રધાન હશે.