હિમાચલપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના નેતા વીરભદ્રસિંહનું લાંબી બીમારીથી ઝઝૂમ્યા બાદ 87 વર્ષની વયે શુક્રવારે અવસાન થયું હતું. (PTI Photo)

હિમાચલપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના નેતા વીરભદ્રસિંહનું લાંબી બીમારીથી ઝઝૂમ્યા બાદ 87 વર્ષની વયે શુક્રવારે અવસાન થયું હતું. સોમવારે વીરભદ્રસિંહને હાર્ટ એટેક આવ્યા બાદ ઈન્દિરા ગાંધી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં વીરભદ્રસિંહની તબિયત સતત બગડતી હતી. તેના લીધે તેમને આઈસીયુમાં શિફ્ટ કરાયા હતા. વીરભદ્ર સિંહ અહીં વેન્ટિલેટર સપોર્ટ પર હતા. છ વખત રાજ્યના મુખ્યપ્રધાન રહેલા સિંહ 23 એપ્રિલથી મેડિકલ દેખરેખ હેઠળ હતા.વીરભદ્રસિંહ નવ વખત ધારાસભ્ય રહ્યા હતા. તેઓ પાંચ વખત સાંસદ તરીકે પણ ચૂંટાયા હતા. તેમણે છ વખત મુખ્યપ્રધાન તરીકે રાજ્યની કામગીરી સંભાળી હતી.