Sunder Katwala, Director British Future thinktank
  • સુંદર કાટવાલા

એમ કહેવામાં આવે છે કે ‘ભૂલાઇ ગયેલા લશ્કર’ દ્વારા જીતવામાં આવેલુ ‘ભૂલાઇ ગયેલુ યુદ્ધ’ – તેથી જ  આ વિકેન્ડમાં તા. 15મી ઓગસ્ટના રોજ આવતી ‘વિક્ટરી ઓવર જાપાન ડે’ એટલે કે ‘વીજે ડે’ની 75મી વર્ષગાંઠ એ બ્રિટન અને કોમનવેલ્થના દિગ્ગજોએ જાપાનમાં આપેલી યુદ્ધની સેવાને સંપૂર્ણ રીતે માન્યતા આપવાની મહત્વપૂર્ણ ક્ષણ છે.

બીજા વિશ્વયુદ્ધનો અંત હિટલરે તેના બર્લિનના બંકરમાં કરેલી આત્મહત્યાથી થયો ન હતો. જર્મનીએ બિનશરતી શરણાગતિ સ્વીકારતા યુરોપમાં ટોળાઓએ વિજયની ઉજવણી કર્યાને ત્રણ મહિના પછી જાપાન તેને અનુસર્યું હતું. 75 વર્ષ પછી ‘વીજે ડે’ની વર્ષગાંઠની ઉજવણી લોકડાઉન દરમ્યાન પાછી ખેંચાઇ છે પણ તેમ છતાં ‘વીજે ડે 75’ પ્રસંગે શનિવારે સવારે 11 વાગ્યે ટીવી પરના રાષ્ટ્રીય સ્તરના બે મિનીટના મૌન સાથે વર્ચુઅલ ઉજવણીમાં લોકો સામેલ થશે.

આધુનિક બ્રિટનની ઓળખને આકાર આપવા માટે વિશ્વયુદ્ધોએ પાયાની ભૂમિકા ભજવી છે. લગભગ દરેક લોકો જાણે છે કે વિંસ્ટન ચર્ચિલે રાષ્ટ્રીય પ્રયત્નોનું નેતૃત્વ કર્યું હતું અને બ્રિટન અને તેના સાથીઓએ ફાશીવાદને પરાજિત થતો જોયો હતો. ઘણા લોકો વિશ્વાસપૂર્વક વૈશ્વિક સંઘર્ષને સમજાવી શકે છે. વીજે ડેની 75મી વર્ષગાંઠ પણ ઘણા લોકોને ઇતિહાસનો એક પાઠ શિખવે છે તે કેટલાકના જ્ઞાનમાં વધુ ઉમેરો કરે છે.

મશરૂમ જેવા વાદળની છાયા એ ગૌરવપૂર્ણતામાં ફાળો આપે છે જેની સાથે વીજે ડેની ઉજવણી કરવામાં આવે છે. હિરોશિમા પર પડેલા પરમાણુ બોમ્બથી તરત જ 70,000 લોકો માર્યા ગયા હતા અને સમય જતાં બીજા ઘણા લોકો પણ મોતને ભેટ્યા હતા. તે 20મી સદીનો સૌથી ઉગ્ર નૈતિક પ્રશ્ન બની ગયો હતો. શુ તે હુમલો યુદ્ધને સમાપ્ત કરવા માટે હતો કે જાપાનને જમીનો કબ્જે કરતુ રોકવા માટે હતો? નાગાસાકી પરના બીજો બોમ્બને કારણે 50,000થી વધુ લોકો માર્યા ગયા, જેને હજી પણ તર્કસંગત ઠેરવવું મુશ્કેલ છે.

કોમનવેલ્થનો ફાળો એ ‘વીજે ડે 75’ની મુખ્ય થીમ છે. જનરલ સ્લિમનુ ચૌદમુ સૈન્ય – બર્મામાં લડતી ‘ભૂલાઇ ગયેલી સેના’ એક બહુ મોટી રાષ્ટ્રીય શક્તિ હતી. સાંભળીને આશ્ચર્ય થશે કે તેના સૈનિકોનો માત્ર દસમો ભાગ જ બ્રિટનનો હતો જ્યારે બાકીનો ભાગ ભારત અથવા આફ્રિકાના સૈનિકોનો બનેલો હતો.

વીજે ડે, તા 15 ઑગસ્ટના દિવસે ભારતીય સ્વતંત્રતા દિવસ પણ ઉજવાય છે. જે ભાગલા પૂર્વે ભારત દ્વારા યુદ્ધમાં ફાળો આપવા માટેની નિર્ણાયક કડીઓ પ્રકાશિત કરે છે. પ્રથમ અને બીજા વિશ્વ યુદ્ધોમાં લડનારૂ ભારતીય સૈન્ય ઇતિહાસનુ સૌથી મોટુ વોલંટીયર સૈન્ય હતુ. ગાંધીજીએ પ્રથમ વિશ્વ યુદ્ધ માટે ભારતીયોને એકત્રિત કરવાની માંગ કરી હતી. તેમણે ભારતને ઑસ્ટ્રેલિયા અથવા કેનેડા જેવા સમાન વર્ચસ્વનો દરજ્જો મેળવવાની તક તે વખતે જોઈ હતી. પરંતુ યુદ્ધ પછી નિરાશ થયા હતા. બીજા વિશ્વ યુદ્ધ વખતે ભારત છોડો આંદોલન શરૂ કરતાં ગાંધીજીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. ભારતનું વોલંટીયર સૈન્ય 1939ના પાનખરમાં 195,000 માણસોથી વધીને 1945 સુધીમાં 2.5 મિલિયનનું થઈ ગયું હતું. તો ભારતીય વાયુસેના 285 માણસોથી વધીને 29,000ની આઠ સ્ક્વોડ્રનની બની ગઈ હતી.

બર્મા અભિયાનમાં અપાયેલા 34 વિક્ટોરિયા અને જ્યોર્જ ક્રોસમાંથી 22 ભારતીય સૈનિકોએ મેળવ્યા હતા. સામ્રાજ્યના જાતિવાદની સાથે રાષ્ટ્રમંડળની સેવા અને બલિદાનનુ સન્માન કરવામાં આવ્યુ હતુ. તેથી જ ઘણા લોકોએ કિંગ અને દેશ માટે સ્વૈચ્છિક રીતે લડત આપી ડીકોલોનાઇઝેશન માટે દબાણ કર્યું હતું.

ભારતીય સૈન્યના કમાન્ડર-ઇન-ચીફ જનરલ સર ક્લોડ અચિનલેકે 1945માં ટીપ્પણી કરી હતી કે ‘’આજે દરેક ભારતીય અધિકારી તેની મીઠાની કિંમત જેટલો રાષ્ટ્રવાદી છે.’’ 43,000 સૈનિકોએ સુભાષચંદ્ર બોઝના સ્વતંત્રતા સુરક્ષિત રાખવાના આહવાનને ઝીલી લઇ જાપાન અને જર્મની સાથે મળીને લડવાનું નક્કી કર્યું હતું. જાપાનને હરાવવામાં તેમની નિર્ણાયક ભૂમિકા, ઘણા ભારતીય સૈન્ય અધિકારીઓ માટે, સ્વરાજ્ય માટે ભારતની તત્પરતાનો અંતિમ પુરાવો હતો. સમ્રાટ હિરોહિટોના શરણાગતિ અને નહેરુના ભાષણ વચ્ચે ફક્ત બે વર્ષનો સમય લાગ્યો હતો અને ઑગસ્ટ 1947ની મધ્યરાત્રિએ ઘડિયાળ ત્રાટક્યું હતું જે બતાવે છે કે બ્રિટિશરોએ કેવી રીતે 1945 પછી ભારતને ખૂબ જ ઉતાવળમાં છોડી દીધું.

જાપાનને હરાવવા માટેનું રાષ્ટ્રમંડળનું યોગદાન, બ્રિટીશ અને ભારતીય બંને ઇતિહાસનો નિર્ણાયક ભાગ છે.  બે વિશ્વ યુદ્ધો જીતનારી સેનાઓએ 2020 ના બ્રિટનને બનાવ્યું છે. જેમ જેમ વધુ લોકો આ વિશે જાગૃત થાય છે, તેમ તેમની રિમેમ્બરન્સ ડેની પરંપરાઓની સમજણને વિસ્તૃત કરે છે અને આજના મલ્ટી-કલ્ચરલ અને મલ્ટિ-ફેઇથ બ્રિટનમાં ફરી એકીકૃત થાય છે. આપણે આ જટિલ ઇતિહાસના ઘણા વિવાદોને છોડવા ન જોઇએ. પરંતુ આપણે તે ઇતિહાસને જાણવો જોઈએ જેણે આ દેશને આજનો આકાર આપ્યો છે.