G20 સમિટમાં ભાગ લેવા માટે શુક્રવારે (8) નવી દિલ્હીમાં આવેલા યુકેના વડાપ્રધાન ઋષિ સુનકનું એરપોર્ટ પર ભારતીય પ્રધાન અશ્વિની કુમાર ચૌબે “જય સિયારામ” સાથે સ્વાગત કર્યું હતું. (ANI Photo)

G20 સમિટમાં ભાગ લેવા માટે શુક્રવારે (8) નવી દિલ્હીમાં આવેલા યુકેના વડાપ્રધાન ઋષિ સુનકનું એરપોર્ટ પર ભારતીય પ્રધાન અશ્વિની કુમાર ચૌબે “જય સિયારામ” સાથે સ્વાગત કર્યું હતું.

ચૌબેએ સુનકને માહિતી આપી હતી કે તેઓ બિહારના બક્સરના સાંસદ છે. બક્સર ધાર્મિક મહત્વ ધરાવતું એક પ્રાચીન શહેર છે અને માનવામાં આવે છે કે આ સ્થળ ભગવાન રામ અને તેમના ભાઈ લક્ષ્મણે વિશ્વામિત્ર પાસેથી અભ્યાસ કર્યો હતો.

વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે સુનકે ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ગાથા આતુરતાથી સાંભળી હતી. પ્રધાને સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિનું ભારતના જમાઈ અને પુત્રી તરીકે સ્વાગત કર્યું હતું. પ્રધાને સુનકને રૂદ્રાક્ષ, ભગવદ ગીતા અને હનુમાન ચાલીસા ભેટમાં આપી હતી. શનિવારે (9)ના રોજ G20 સમિટ માટે ભારત મંડપમ કન્વેન્શન સેન્ટર ખાતે મોદીએ સુનકનું સ્વાગત કર્યું ત્યારે પણ તેમની મિત્રતાની હૂંફ પ્રતિબિંબિત થઈ હતી.
ભારતીય મૂળના સુનકે ઘણી વખત તેમના હિંદુ મૂળ પર ભાર મૂક્યો છે અને કહ્યું છે કે તેમને હિન્દુ હોવાનું ગર્વ છે.

LEAVE A REPLY

eighteen + eight =