(ANI Photo)

સાઉથ આફ્રિકામાં રમાઈ રહેલી મહિલા જુનિયર હોકી વર્લ્ડ કપ સ્પર્ધામાં ભારતે રવિવારે જર્મનીને 2-1થી હરાવી ક્વાર્ટર ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. પહેલી મેચમાં ભારતે વેલ્સને 5-1 હરાવ્યું હતું.

રવિવારે જર્મનીની મજબૂત હરીફ ગણાતી ટીમ સામે કેપ્ટન સલિમાટેટે ધમાકેદાર દેખાવ કરી 2-1 થી ટાઈટલની દાવેદાર મનાતી જર્મનીની ટીમને હરાવી દીધી હતી. હવે મંગળવારે મલેશિયા સામે ભારતની છેલ્લી લીગ મેચ છે. એ પછી ક્વાર્ટર ફાઈનલ્સ ૮મી એપ્રિલ થી શરૂ થશે.ભારતે જુનિયર મહિલા હોકી વર્લ્ડ કપમાં ૨૦૧૩માં બ્રોન્ઝ મેડલ મેળવ્યો એ તેનો શ્રેષ્ઠ દેખાવ હતો.