image twiter

વિશ્વભરમાં કોરોનાના 21.83 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં 1.46 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે અને 5.48 લાખ લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે.અમેરિકામાં બે કરોડથી વધારે લોકોએ બેરોજગારી ભથ્થા માટે અરજી કરી છે.ચીનના વુહાનમાં સંક્રમિતો અને મૃતકોના નવા આંકડા જાહેર કરાયા છે. વુહાનમાં પોઝિટિવ કેસની સંખ્યા 325 વધીને 50 હજાર 333 થઈ ગઈ છે. જ્યારે મૃત્યુઆંક 1290 વધીને 3869 થયો છે. વુહાન નગરપાલિકા દ્વારા આ આંકડા જાહેર કરાયા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિએ ગુરુવારે અમુક રાજ્યમાંથી પ્રતિબંધો હટાવવાનની જાહેરાત કરી છે. તેમણે રાજ્યોના ગવર્નર સાથે વાત કરીને આ જાહેરાત કરી છે. તે માટે નવી ગાઈડલાઈન પણ બનાવવામાં આવી છે. તેમના મતે ઓછા સંક્રમણવાળા વિસ્તારમાં શનિવારે ધીમે ધીમે પ્રતિબંધોમાં છૂટછાટ અપાશે. જ્યા વધારે કેસ છે ત્યાં પહેલાની જેમ પ્રતિબંધો ચાલુ રહેશે. જો કે ટ્રમ્પે કહ્યું કે આ અંગે નિર્ણય રાજ્યોના ગવર્નર લેશે.

બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોએ સંક્રમણને રોકવા માટે અભિયાન ચલાવનાર સ્વાસ્થ્ય મંત્રી લુઈઝ હેનરિક મેન્ડેટાને હટાવી દીધા છે. બોલ્સોનારો પ્રતિબંધો લગાવવાના પક્ષમાં નથી. અમેરિકાએ ભારતને સ્વાસ્થ્ય સહાયતા માટે 5.9 મિલિયન ડોલર (45 કરોડ રૂપિયા) આપ્યા છે. અમેરિકાના વિદેશ વિભાગે ગુરુવારે આની માહિતા આપી હતી. આ રકમનો ઉપયોગ લોકોની મદદ કરવામાં, જરૂરી સ્વાસ્થ્ય સેવા સહિતના કામમાં વપરાશે.

અત્યાર સુધીમાં અમેરિકાએ ભારતને રૂ. 19 હજાર 170 કરોડ (2.8 બિલિયન ડોલર)ની મદદ કરી છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 30 હજાર નવા કેસ નોંધાયા છે. અમેરિકામાં કુલ પોઝિટિવ કેસ 6.78 લાખ નોંધાયા છે અને મૃત્યુઆંક 34 હજાર 617 નોંધાયો છે. સ્પેનમાં છેલ્લા 24 કલાકમાં 500થી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. અહીં કુલ કેસ 1.85 લાખ અને મૃત્યઆંક 19 હજાર 315 નોંધાયો છે.

ઈટાલીમાં કુલ પોઝિટિવ કેસ 1.69 લાખ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં 22 હજાર 170 લોકોએ જીવ ગુમાવ્યા છે. છેલ્લા 24 કલાકમાં અહીં 525 લોકોએ જીવ ગુમાવ્યા છે. યુરોપમાં 10.15 લાખ કેસ નોંધાયા છે અને 92 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. યુરોપમાં સૌથી વધારે મોત ઈટાલીમાં થયા છે.