South Africa's Aiden Markram celebrates his century during Day 3 of the ICC World Test Championship Final 2025 against Australia, at Lord's in London on Friday. (@ProteasMenCSA X/ANI Photo)

લંડનમાં લોર્ડઝ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં સાઉથ આફ્રિકાનો ઓસ્ટ્રેલિયા સામે પાંચ વિકેટે શાનદાર વિજય થયો હતો. આ ફાઈનલ મેચમાં એડન માર્કરામની વિસ્ફોટ સદીની મદદથી સાઉથ આફ્રિકાનો વિજય થયો છે. મેચના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમને 5 વિકેટે પરાજય આપ્યો હતો. ઓસ્ટ્રેલિયની ટીમે પ્રથમ ઈનિંગમાં 212 રન અને બીજી ઈનિંગમાં 207 રન નોંધાવ્યા હતા, જ્યારે સાઉથ આફ્રિકાએ પ્રથમ ઈનિંગમાં 138માં ઓલઆઉટ થઈ ગયા બાદ બીજી ઈનિંગમાં ધમાકેદાર પ્રદર્શન કરી 5 વિકેટે 282 રન નોંધાવી વિજય મેળવ્યો છે. ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સે સૌથી વધુ કુલ 7 વિકેટ અને મિચેલ સ્ટાર્કે કુલ 5 ઝડપી હતી, જોકે બંને બોલરોની મહેનત નિષ્ફળ ગઈ હતી. માર્કરામે બીજી ઈનિંગમાં 136 રન અને બવુમાએ 66 રન નોંધાવી સાઉથ આફ્રિકાને જીત અપાવી છે.
સાઉથ આફ્રિકા છેલ્લે 1998માં આઇસીસી ટુર્નામેન્ટ જીત્યું હતુ. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 101 મેચ રમાઈ છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાની ટીમે 54 જ્યારે સાઉથ આફ્રિકાએ 26 મેચ જીતી હતી. બંને દેશો વચ્ચેની 21 મેચ ડ્રો રહી હતી.

LEAVE A REPLY