પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતની બે લોકપ્રિય ટીવી એન્ટરટેઇનમેન્ટ ચેનલ ઝી એન્ટરટેઇનમેન્ટ અને સોની પિક્ચર્સનું મર્જર થશે. ભારે ડ્રામ બાદ હવે સોની પિક્ચર્સમાં ઝીનુ મર્જર કરવાનો સોદો થયો છે.

ઝી એન્ટરટેઇમેન્ટે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મર્જ થયેલા એકમમાં સોની 1.575 બિલિયન ડોલરનું રોકાણ કરશે અને તેનો 52.93 ટકા હિસ્સાની માલિક બનશે. ઝી પાસેનો બાકીને 47.07 ટકા હિસ્સો રહેશે.
સંકટ સામે ઝઝૂમી રહેલી ઝી એન્ટરટેનમેન્ટ એન્ટરપ્રાઇઝ લિમિટેડ (ZEEL)નું સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયા (SPNI)માં મર્જર થશે. ઝીના બોર્ડે આ વિલયને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.

વિલય બાદ બનનારી કંપનીનું એન્ટરટેઇનમેન્ટ નેટવર્ક દેશમાં સૌથી મોટુ હશે.તાજેતરમાં ઝીના ટોચના રોકાણકારોએ મેનેજમેન્ટમાં ફેરફાર કરવાની માગણી કરી હતી. રોકાણકારોએ કંપનીની ચીફ એક્ઝિક્યુટિવ પુનિત ગોયંકાને હટાવવાની પણ માગણી કરી હતી.

બંને કંપનીઓ વચ્ચે થયેલી સમજૂતી મુજબ મર્જ કંપનીના બોર્ડમાં સોનું વર્ચસ્વ રહેશે, જ્યારે ગોયંકા તેના વડા હશે.
આ ડીલથી ઝી પરના નાણાકીય દબાણમાં ઘટાડો થશે, જ્યારે ભારતમાં સોનીના મીડિયા બિઝનેસનું વિસ્તરણ થશે.
આ સંયુક્ત એકમમાં આશરે 70 ટીવી ચેનલ, બે વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ (ઝી-5 અને સોની લિવ) અને બે ફિલ્મ સ્ટુડિયોનો સમાવેશ થાય છે. તેનાથી તે ભારતનું સૌથી મોટું એન્ટરટેઇનમેન્ટ નેટવર્ક બનશે. ભારતના બજારમાં તેનું નજીકનું હરીફ હવે સ્ટાર અને ડિઝની રહેશે.

એક અલગ નિવેદનમાં ઝીએ જણાવ્યું હતું કે તેના બોર્ડે સોની અને કંપનીના મર્જરની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.બંને કંપનીઓ વચ્ચેની ડીલ મુજબ પ્રમોટર સુભાષ ચંદ્રા પરિવાર તેમના શેરહોલ્ડિંગને ચાર ટકાથી વધારીને 20 ટકા કરી શકશે.