(Photo by Michael M. Santiago/Getty Images)

ઇન્ડિયન-અમેરિકન જોહરાન ક્વામે મમદાનીએ ન્યૂયોર્ક સિટીના મેયર માટે ડેમોક્રેટિક પ્રાયમરી રેસમાં ભૂતપૂર્વ ગવર્નર એન્ડ્ર્યુ કુઓમોને હરાવીને અભૂતપૂર્વ વિજય મેળવ્યો હતો.પ્રખ્યાત ભારતીય ફિલ્મ નિર્માતા મીરા નાયર અને ભારતીય વંશના યુગાન્ડાના લેખક મહમૂદ મમદાનીના પુત્ર મમદાનીને મંગળવારે રાત્રે ડેમોક્રેટિક મેયરલ પ્રાઇમરીમાં વિજયી જાહેર કરાયાં હતાં. ન્યુ યોર્ક સિટી મેયરની ચૂંટણી 4 નવેમ્બર, 2025ના રોજ યોજાવાની છે.

મમદાનીનો જન્મ 18 ઓક્ટોબર, 1991ના રોજ યુગાન્ડાના કમ્પ્લામાં થયો હતો અને તેમનો ઉછેર ન્યુ યોર્ક શહેરમાં થયો હતો. તેઓ સાત વર્ષના હતાં ત્યારે તેમના માતાપિતા સાથે ન્યુ યોર્ક આવ્યાં હતાં. તેમની માતા મીરા નાયર ‘મોન્સૂન વેડિંગ’ અને ‘સલામ બોમ્બે!’ જેવી ફિલ્મો માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે.

મેયર પદ માટે ચૂંટણી લડી રહેલા ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ મમદાનીએ બ્રુકલિન સ્થિત આર્ટિસ્ટ રામા દુવાજી સાથે લગ્ન કર્યા છે.

યુએસ સેનેટર બર્ની સેન્ડર્સે મમદાની અને તેમના હજારો પાયાના સમર્થકોને તેમના અસાધારણ અભિયાન માટે અભિનંદન આપતા જણાવ્યું હતું કે તમે રાજકીય, આર્થિક અને મીડિયા તાકાતોનો સામનો કર્યો છે અને તમે તેમને હરાવ્યા છે. હવે સામાન્ય ચૂંટણીમાં વિજયની રાહ જોઇએ છીએ.

ક્વીન્સમાં એક વિજય પાર્ટીમાં મમદાની જણાવ્યુ હતું કે “મારા મિત્રો, આપણે તે કરી બતાવ્યું છે. હું ન્યૂ યોર્ક શહેરના મેયર માટે તમારો ડેમોક્રેટિક ઉમેદવાર હોઈશ. આપણે હાર્લેમથી બે રિજ સુધી જીત્યા છીએ.”

મમદાનીએ સરકાર માલિકીની કરિયાણાની દુકાનો, સાર્વત્રિક બાળ સંભાળ અને અન્ય બોલ્ડ દરખાસ્તો દ્વારા જીવનનિર્વાહના ખર્ચમાં ઘટાડો કરવાની યોજના ધરાવે છે. શહેરની આવક વધારવા માટે તે કોર્પોરેટ ટેક્સ રેટને વધારીને 11.5 ટકા કરવા માગે છે. તેઓ ન્યૂયોર્કના સૌથી ધનિકો પર પણ ટેક્સ લાદવાની યોજના ધરાવે છે.


Warning: A non-numeric value encountered in /home2/aj123/public_html/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 308

LEAVE A REPLY