જસબીર કૌર અને ઓરમાન પિતા રૂપિન્દર સિંહ બાસન (West Midland Police)

વેસ્ટ મિડલેન્ડના ઓલ્ડબરીના મોટ રોડ ખાતે 25 ફેબ્રુઆરીને મંગળવારે સવારે 4 વાગ્યે ઘરમાંથી મૃત હાલતમાં મળી આવેલા સગી જનેતા જસબીર કૌર (52 વર્ષ) અને ઓરમાન પિતા રૂપિન્દર સિંહ બાસન (51 વર્ષ)ની હત્યા બદલ 25 વર્ષીય અનમોલ ચના પર આરોપ મૂકવામાં આવ્યો છે. અનમોલ ચનાને તા. 27 ફેબ્રુઆરીના રોજ સવારે બર્મિંગહામ મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરાયો હતો.

ગંભીર ઈજાઓને કારણે મોતને ભેટેલા દંપત્તીની હત્યાનુ ચોક્કસ કારણ જાણવા ગુરુવારે પોસ્ટ મોર્ટમ કરાયુ હતુ. સ્મેથવિકના હેમિલ્ટન રોડ સ્થિત તેના ઘરેથી ચનાની ધરપકડ કરવામાં આવી હતી.

તેમના ઘરેથી ગાયબ થયેલી યુગલની ટોયોટા આયગો કાર અંગે પોલીસે અપીલ કરતા કોઇકે આપેલી માહિતીને આધારે તે કાર બુધવારે સવારે સ્મેથવિકમાંથી કબ્જે કરવામાં આવી હતી. જેની ફોરેન્સિક નિષ્ણાતો દ્વારા તપાસ કરવામાં આવશે.