નવી દિલ્હીમાં સરકાર સાથેની નવા રાઉન્ડની મંત્રણા દરમિયાન ખેડૂતોએ લંગરમાં ભોજન લીધું હતું. (PTI Photo/Arun Sharma)

ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીના સીમાડે આંદોલન કરી રહેલા ખેડૂતો અને સરકાર વચ્ચે શુક્રવારે યોજાયેલી નવમાં રાઉન્ડની મંત્રણા નિષ્ફળ રહી હતી. હવે સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે 19 જાન્યુઆરીએ મંત્રણા થશે.
ઓલ ઇન્ડિયા કિસાન સભા (પંજાબ)ના નેતા બાલકરણ સિંઘ બ્રારે જણાવ્યું હતું કે સરકાર કાયદાને નાબૂદ કરવા માગતી નથી. અમે આવશ્યક ચીજવસ્તુ ધારામાં સુધારાને દૂર કરવાની દરખાસ્ત કરી હતી. પરંતુ કૃષિ પ્રધાને તે અંગે કંઇ કહ્યું ન હતું.

અગાઉ સુપ્રીમ કોર્ટે કૃષિ કાયદા સામે સ્ટે આપેલો છે અને મુદ્દાના ઉકેલ માટે એક સમિતિ બનાવી છે. આ સમિતિ પમ 19 જાન્યુઆરીએ વિચારવિમર્શ ચાલુ કરે તેવી શક્યતા છે. જોકે 40 કૃષિ યુનિયન્સના નેતાઓએ જણાવ્યું હતું કે તેઓ સરકાર સાથે સીધી મંત્રણા કરવા માગે છે.