નવી દિલ્હીમાં કિસાન ગણતંત્ર પરેડ દરમિયાન ખેડૂતોએ લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવ્યો હતો. (PTI Photo)

ભારતની રાજધાની દિલ્હીના લાલ કિલ્લામાં ઘુસેલા સેંકડો આંદોલનકારી ખેડૂતોને પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસને સેલ છોડીને બહાર કાઢયા હતા. દિલ્હીના મધ્યમાં આવેલા આઇટીઓ વિસ્તારમાં પોલીસ સાથેના સંઘર્ષમાં એક ખેડૂતોનું મોત થયું હોવાના અહેવાલ મળ્યા હતા.

દેખાવકારો પર લાઠીચાર્જ કરીને તેમને લાલ કિલ્લામાંથી બહાર ખદેડી મૂકવામાં પોલીસ સફળ થઈ હતી. લાલ કિલ્લાની બહાર રામલીલા મેદાનમાં ટ્રેક્ટર્સ રેલી સાથે ખેડૂતો એકઠા થયા હતા. ખેડૂતોએ આ હિંસા માટે અસામાજિક તત્વોને જવાબદાર ઠેરવ્યા હતા.