નવી દિલ્હીમાં જનકપુરી વિસ્તારમાં એન્ટી ટેરર સેલે 17 નવેમ્બરે બે ત્રાસવાદીઓની ધરપકડ કરી હતી. (PTI Photo)

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે સોમવારે રાતે બે ત્રાસવાદીની ધરપકડ કરી છે. બંને પાસેથી અમુક મહત્વના દસ્તાવેજો અને વિસ્ફોટકો પણ મળી આવ્યા છે.

ધરપકડ કરાયેલા બંને ત્રાસવાદી જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા છે. તેઓ જમ્મુ-કાશ્મીરના બારામૂલા અને કુપવાડામાં રહેતા હતા. આતંકીઓ વોટ્સએપ કોલથી પાકિસ્તાન સાથે વાતચીત કરતાં હતા.બંને ત્રાસવાદી પાસેથી બે સેમી ઓટોમેટિક પિસ્તોલ અને 10 લાઈવ કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે ધરપકડ કરેલા ત્રાસવાદીઓ નામ અબ્દુલ લતીફ મીર અને અશરફ ખટાના છે. તેમણે રાષ્ટ્રીય પાટનગરના અમુક મહત્વના સ્થળ અને VIPને ટાર્ગેટ કર્યા હતા.