વિશ્વભરમાં વ્યાપ ધરાવતી બાર્કલેઝ બેન્કના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પદે ભારતીય મૂળના એસ.વેંકટકૃષ્ણનને નિયુક્તિ કરવામાં આવી છે. વેંકટ અત્યારે બેન્કના ગ્લોબલ માર્કેટ હેડ તરીકે કાર્યરત છે. અગાઉ એડોબ કંપનીની સીઈઓ તરીકે શાંતનુ નારાયણ, આલ્ફા બેટ (ગૂગલ)ના સુંદર પિચાઈ, માઈક્રોસોફ્ટમાં સત્ય નડેલા, માસ્ટર કાર્ડમાં અજય બગ્ગા સીઈઓ છે. જ્યારે નોકિયાના સીઈઓ તરીકે રાજીવ સૂરી છે.
વેંકટે બાર્કલેઝ બેન્કમાં અગાઉ ચીફ રિસ્ક ઓફિસર તરીકે કાર્યરત હતા. તેના અગાઉ તેઓ જે.પી.મોર્ગનમાં હતા. પોતાની નિમણૂક અંગે વેંકટ કહે છે કે, બાર્કલેઝની કામગીરીમાં પરિવર્તન માટે હું કટિબદ્ધ છું. બાર્કલેઝના વર્તમાન સીઈઓ જેસ સ્ટેલેને સરકાર દ્વારા હાથ ધરાયેલી એક તપાસ અંગે સીઈઓ પદ છોડવું પડ્યું છે. બાર્કલેઝ બેન્કની રોકાણ અંગેની તેમની રણનીતિ પણ ચર્ચામાં રહી હતી.