ચીનની સેનાએ એ બાબતની પુષ્ટી આપી છે કે અરૂણાચલપ્રદેશથી ગુમ થયેલા 5 યુવક તેમની પાસે છે. ચીનની સેનાએ ભારતીય સેના દ્વારા હોટલાઇનથી મોકલવામાં આવેલા સંદેશનો જવાબ આપ્યો છે, એમ કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજુએ જણાવ્યું હતું.

ચીન પુષ્ટી આપી છે કે ભારતમાંથી ગુમ થયેલા યુવાનો તેમના વિસ્તારમાં મળી આવ્યા છે, યુવકોને ભારતને સોંપવાની પ્રક્રિયા પુરી કરવામાં આવી રહી છે. અહીં ઉલ્લેખનીય છે કે અરૂણાચલ પ્રદેશનાં કોંગ્રેસી ધારાસભ્ય નિનોન્ગ એરિંગે ગયા સપ્તાહે દાવો કર્યો હતો કે ચીનની પિપલ્સ લિબરેશન આર્મીએ અરૂણાચલ પ્રદેશનાં સીમાવર્તી વિસ્તારોથી 5 ભારતીયોનુ કથિત રીતે અપહરણ કર્યું છે, એરિંગએ પીએમઓને ટેગ કરીને ટ્વીટ કર્યું કે અરૂણાચલ પ્રદેશનાં સુબનસિરી જીલ્લાનાં 5 લોકોનું અપહરણ કરવામાં આવ્યું છે, તેમણે ભારત સરકારને આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

કેન્દ્રીય પ્રધાન કિરેણ રિજિજુએ પણ અરૂણાચલ પ્રદેશનાં 5 નિવાસીઓને લઇને ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ભારતીય સેનાએ રવિવારે ચીનની સેનાને હોટલાઇન સંદેશો માકલ્યો હતો જો કે એક દિવસ પહેલા જ ચીનનાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતુ કે આ બાબતે તેમની પાસે જણાવવા માટે કાંઇ નથી.