ફિચ રેટિંગ્સે મંગળવારે જણાવ્યું છે કે વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્રમાં નોંધપાત્ર 10.5 ટકાનો ઘટાડો થવાની સંભાવના છે. આ વર્ષે એપ્રિલથી જૂનના સમયગાળામાં વિશ્વમાં ભારતની જીડીપીમાં સૌથી તીવ્ર ઘટાડો નોંધાયો હતો.

કોરોના વાઇરસનો રોગચાળો ફેલાતી અટકાવવા માટે કરાયેલા દેશવ્યાપી લોકડાઉનને લીધે ભારતનો જીડીપી વાર્ષિક ધોરણે 23.9 ટકા ઘટ્યો હતો. ફિચના મતે ત્રીજા ત્રિમાસિક ગાળામાં (ઓક્ટોબર-ડિસેમ્બર) જીડીપીમાં મજબૂત સુધારો નોંધાવાની શક્યતા છે. તબક્કાવાર અનલોક બાદ અર્થતંત્ર ફરી ધબકતું થયું હોવાથી તેની સકારાત્મક અસરો આગામી સમયમાં જોવા મળશે તેવું અનુમાન છે.

આ વર્ષે જીડીપીનો અંદાજ ઘટાડીને 10.5 ટકા કર્યો છે જે અગાઉના -5 ટકાની સરખામણીએ તીવ્ર ઘટાડો સૂચવે છે. અગાઉ ગ્લોબલ ઈકોનોમિક આઉટલૂકમાં 5 ટકા જીડીપી ઘટાડાનો અંદાજ ફિચ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.