Sushma-Bhanot-MBE

સ્ત્રીઓની માનસિક અને શારીરિક સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે લંડનની માતા સુષ્મા ભાનોતને MBEનું સન્માન એનાયત કરાયું છે.

સુષ્મા ભનોટે છેલ્લાં 15 વર્ષો દરમિયાન નબળા માનસિક, શારીરિક અને નાણાકીય સ્વાસ્થ્યને આધિન એવી એસેક્સ, લંડન અને દેશભરની હજારો મહિલાઓને ટેકો આપ્યો છે. તેમણે એકલા હાથે અને સક્રિયપણે શારીરિક, નાણાકીય અને ભાવનાત્મક દુર્વ્યવહાર બાદ શક્તિવિહીન બની ગયેલી વંશીય લઘુમતી પૃષ્ઠભૂમિની મહિલાઓ માટે સેંકડો ઓનલાઈન વર્કશોપનું, મહિલાઓ માટે વન ટૂ વન મફત સુખાકારી સલાહ, પાસ્ટરલ કેરનું આયોજન કર્યું હતું.

તેમણે  સૌંદર્ય અને પૂરક ઉપચારમાં કૌશલ્યો શીખવવા, યોગ વર્ગો દ્વારા તણાવનું સંચાલન કરવા અને નોકરી મેળવવા માટેના ઇન્ટરવ્યુનું કૌશલ્ય શીખવવા માટે વર્ગો યોજ્યા હતા. સુષ્માએ આ બધુ તેમના વ્યસ્ત ચાર પેઢીના ઘરની સંભાળ રાખવા અને નેચરલ હેલ્થ બિઝનેસનું સંચાલન કરવા સાથે કર્યું હતું.

સુષ્મા ભનોટ કહે છે કે “આ સન્માન મેળવવું એ એક વિશેષાધિકાર છે. આ માન્યતા મને વધુ મહેનત કરવા અને આપણા દેશભરની હજારો વધુ મહિલાઓને સશક્ત કરવા પ્રેરિત કરે છે. આ માત્ર શરૂઆત છે અને હજી ઘણું કામ કરવાનું બાકી છે. હું એવા તમામ NHS સ્ટાફ અને મુખ્ય કાર્યકરોને પણ શ્રદ્ધાંજલિ આપીશ કે જેમણે રોગચાળા દ્વારા દેશને મદદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.”

વિમેન્સ હેલ્થ ડ્યુરીંગ કોવિડ એન્ડ બિયોન્ડ – મફત પુસ્તિકા લગભગ 4,000 મહિલાઓને વિતરિત કરવામાં આવી છે.