વિશ્વમાં સંક્રમિતોની સંખ્યા 41 લાખ 80 હજાર 137 થઈ છે. જ્યારે 2 લાખ 83 હજાર 852 લોકોના મોત છે. જોકે 14 લાખ 90 હજાર 590 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. અમેરિકામાં 24 કલાકમાં 776 લોકોના મોત થયા છે. જ્યારે 20 હજારથી વધુ સંક્રમણના કેસ મળ્યા છે. દેશમાં મરનારાઓની સંખ્યા 80 હજારથી વધુ થઈ ગઈ છે, જ્યારે 13 લાખથી વધુ દર્દીઓ મળ્યા છે.જર્મનીમાં લોકડાઉનમાં ઢીલ આપ્યાના એક દિવસ બાદ જ સંક્રમણના મામલામાં વધારો જોવા મળ્યો. લોકડાઉન હટાવવાની માંગને લઈને શનિવારે હજારો લોકોએ દેખાવો કર્યા હતા.

આ પહેલા જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે બુધવારે 16 રાજ્યોના નેતાઓ સાથે વાતચીત કર્યા બાદ લોકડાઉનમાં છૂટની જાહેરાત કરી હતી. અહીં એક લાખ 71 હજારથી વધુ લોકો સંક્રમિત છે, જ્યારે 7569ના મોત થયા છે.અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટના કાર્યાલયે રવિવારે કહ્યું કે તે 14 દિવસ સુધી ક્વોરેન્ટાઈન થશે નહિ. શુક્રવારે તેમના પ્રવક્તાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાદમાં પેંસની પણ તપાસ કરવામાં આવી હતી, જોકે તેમનો ટેસ્ટ પણ નેગેટિવ આવ્યો હતો.

જ્યારે વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પના સૈન્ય સહયોગીઓનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. બાદમાં ટાસ્ક ફોર્સમાં સામેલ ડો.એન્થની ફોર્સી પણ શનિવારે સેલ્ફ ક્વોરેન્ટાઈન થઈ ગયા છે.બ્રિટનમાં અત્યાર સુધીમાં 31 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. અહીં અત્યાર સુધીમાં બે લાખ 19 હજાર 183 લોકો સંક્રમિત છે. આ વિશ્વનો ત્રીજો સૌથી મોટો પ્રભાવિત દેશ છે. વડાપ્રધાન બોરિસ જોનસને લોકડાઉનને 1 જૂન સુધી વધાર્યું છે. જોકે આ દરમિયાન કડક નિયમો રહેશે નહિ. PMએ સ્ટે હોમની જગ્યાએ સ્ટે અલર્ટનો નારો આપ્યો છે.

તેમણે કહ્યું કે પબ્લિક પ્લેસ 1 જુલાઈથી ખોલી શકાશે. ઈટલીમાં 24 કલાકમાં 802 નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. તેના કારણે અહીં વધુ 165 લોકોના મોત થયા છે. છેલ્લા બે મહિનામાં અહીં એક દિવસમાં સૌથી ઓછા મામલા નોંધાયા છે. ઈટલીમાં અત્યાર સુધીમાં 30560 લોકોના મોત થયા છે. જ્યારે કુલ 2 લાખ 19 હજાર 70 સંક્રમિત છે.