હિન્દુ રાષ્ટ્રવાદી સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે રવિવારે જણાવ્યું હતું કે ભારત જ્ઞાન, કર્મ અને ભક્તિની સંતુલિત ત્રિમૂર્તિની પરંપરાગત ફિલોસોફીમાં શ્રદ્ધા રાખતું હોવાથી દરેકની ભવિષ્યવાણીને ખોટી સાબિત કરીને સતત પ્રગતિ કરી રહ્યું છે. ભારત બ્રિટનથી આઝાદ થયા પછી વિભાજિત થઈ છે, તેવી તત્કાલિન બ્રિટિશ પીએમની ભવિષ્યવાણીનો આરએસએસના વડાએ ઉલ્લેખ કર્યો હતો.
યુકેના ભૂતપૂર્વ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલની ભવિષ્યવાણીનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું હતું કે વિન્સ્ટન ચર્ચિલે એક સમયે કહ્યું હતું કે બ્રિટિશથી સ્વતંત્રતા પછી મળ્યાં પછી ભારત ટકી શકશે નહીં અને વિભાજિત થઈ જશે, પરંતુ આવું થયું નહીં. હવે ઇંગ્લેન્ડ પોતે વિભાજનના તબક્કામાં આવી રહ્યું છે, પરંતુ આપણે વિભાજીત થઈશું નહીં. આપણે આગળ વધીશું. આપણે એક સમયે વિભાજિત હતાં, પરંતુ આપણે તેને ફરીથી એક કરીશું.
ભારતીય અર્થતંત્રે ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં 7.80 ટકાનો અપેક્ષા કરતાં વધુ સારો વૃદ્ધિદર નોંધાવ્યા પછી ભાગવતે આ ટીપ્પણી કરી હતી. ઈન્દોરમાં મધ્યપ્રદેશના પ્રધાન પ્રહલાદ સિંહ પટેલના પુસ્તક ‘પરિક્રમા કૃપા સાર’નું વિમોચન કર્યા પછી સંબોધન કરતાં ભાગવતે જણાવ્યું હતું કે દુનિયામાં સંઘર્ષો માટે વ્યક્તિગત હિતો જવાબદાર છે, જેના કારણે તમામ સમસ્યાઓ ઊભી થઈ છે. આપણા પૂર્વજોએ વિવિધ સંપ્રદાયો અને પરંપરાઓ દ્વારા અનેક માર્ગો દર્શાવ્યો છે તથા જીવનમાં જ્ઞાન, કર્મ અને ભક્તિના સંતુલિત પ્રવાહને કેવી રીતે જાળવી રાખવો તે શીખવ્યું હતું.
ભાગવતે જણાવ્યું હતું કે ભારત ગાય, નદીઓ અને વૃક્ષો પ્રત્યે આદર દ્વારા પ્રકૃતિની પૂજા કરે છે પ્રકૃતિ સાથેનો આ સંબંધ જીવંત અને સભાન અનુભવ પર આધારિત છે. હાલની દુનિયા પ્રકૃતિ સાથે આવા સંબંધ માટે ઝંખી રહી છે. છેલ્લા 300-350 વર્ષોથી દેશોને કહેવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિ અલગ છે અને ફક્ત મજબૂત લોકો જ ટકી શકશે. તેમને કહેવામાં આવ્યું છે કે શક્તિશાળી બનવા માટે તેઓ કોઇને કચડી નાખે કે કોઈનું ગળું કાપી નાખે તેનાથી કોઈ ફરક પડતો નથી
