એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઇનલ પછી પછીની ટ્રોફી એનાયત કરવાના સમારંભમાં પણ વિવાદ થયો હતો. સુર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમ એશિયન ક્રિકેટ કાઉન્સિલના વડા નકવી પાસેથી ટ્રોફી કે વિનર મેડલ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આનાથી સમગ્ર સમારંભ આશરે એક કલાક અટકી ગયો હતો. ભારતની ટીમે ઇનકાર કર્યા પછી નકવી ટ્રોફી લઇને રૂમમાં જતાં રહ્યાં હતા અને આનાથી ભારતીય ટીમ ટ્રોફી વગર જ વિજયોત્સવ મનાવ્યો હતો.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ઇચ્છતું હતું કે ટ્રોફી કોઈ તટસ્થ અધિકારી દ્વારા એનાયત કરવામાં આવે છે, પરંતુ નકવી દ્વારા નહીં. નકવી પાકિસ્તાનમાં ગૃહ પ્રધાન પણ છે. સોશિયલ મીડિયા પર એક વિઝ્યુઅલ વાયરલ થયો હતો, જેમાં બતાવવામાં આવ્યું છે કે ભારતે નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારવાનો આગ્રહ રાખ્યા પછી તે સ્ટેડિયમની બહાર નીકળી ગયો હતો. નકવીના કૃત્ય પછી એક અધિકારી પણ ટ્રોફી પાછી લઈ જતો જોવા મળ્યો હતો.
ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ના સચિવ દેવજીત સૈકિયાએ પુષ્ટિ આપી હતી કે તેમના ખેલાડીઓએ ACC પ્રમુખ નકવી પાસેથી વિજેતાની ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. નકવી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ પણ છે.બીસીસીઆઈ ગવર્નિંગ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) ની આગામી બેઠકમાં નકવી સામે વિરોધ નોંધાવશે.
