(PTI Photo)

ગુજરાત સરકારની ૧૨મી વાર્ષિક ‘ચિંતન શિબિર’ ૧૩થી ૧૫ નવેમ્બર દરમિયાન વલસાડ જિલ્લાના ધરમપુર નજીક શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાશે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ કાર્યક્રમના  આયોજનને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું,  આ બેઠકમાં મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી તેમજ મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયાએ હાજરી આપી હતી.

ચિંતન શિબિરમાં રાજ્યના કેબિનેટ મંત્રીઓ, વરિષ્ઠ સચિવો અને અધિકારીઓ ભાગ લેશે જ્યાં ભવિષ્યના વિકાસ અને શાસનની સરળતા માટે આયોજન કરાશે.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2003માં રાજ્ય શાસનને વધુ નાગરિક-કેન્દ્રિત અને જન કલ્યાણલક્ષી બનાવવા અને શાસનની સરળતાની સંસ્કૃતિ વિકસાવવા માટે ‘ચિંતન શિબિર’નો પ્રારંભ કર્યો હતો. રાજ્ય સરકારે 12મી વાર્ષિક ચિંતન શિબિરનું આયોજન કરીને આ પરંપરા ચાલુ રાખી છે.

રાજ્ય વહીવટી સુધારા અને તાલીમ વિભાગ દ્વારા આયોજિત વાર્ષિક ‘ચિંતન શિબિર’નો વિષય સામુહિક વિચારસરણીથી સામુહિક પ્રગતિ સુધી રહેશે. “શિબિરના સહભાગીઓ ૧૩ નવેમ્બરના રોજ વંદે ભારત ટ્રેન વલસાડ જશે અને શિબિર પૂર્ણ થયા પછી ટ્રેન દ્વારા અમદાવાદ પાછા ફરશે.

 

LEAVE A REPLY