અમેરિકન એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન (AAPI) એ 4 જુલાઈ, 2026ના વિકેન્ડમાં ફ્લોરિડાના ટેમ્પામાં યોજાનાર તેના 44મા વાર્ષિક સંમેલન અને સાયન્ટીફીક એસેમ્બલી માટે સત્તાવાર રીતે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સીમાચિહ્નરૂપ કાર્યક્રમ માટે તાજેતરમાં એક મીની કિક-ઓફ ઇવેન્ટ અને કરાર પર હસ્તાક્ષર કરવા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

AAPI ના પ્રમુખ ડૉ. અમિત ચક્રવર્તીએ આગામી કાર્યક્રમ માટે ઉત્સાહ વ્યક્ત કરી તેને “એક અપવાદરૂપ અને ઐતિહાસિક ઘટના” ગણાવી હતી જે ફીજીશીયન્સ, નેતાઓ અને સમુદાયના ભાગીદારોને એક કરશે. મીની કિક-ઓફ ઇવેન્ટ અને કરાર પર હસ્તાક્ષર કરવા સમારોહમાં ટેમ્પાના મેયર જેન કેસ્ટર, વિઝિટ ટેમ્પા બેના અધિકારીઓ, મેરિયટ ઇન્ટરનેશનલના અધિકારીઓ અને ફ્લોરિડા એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન (FAPI) ના સભ્યોએ હાજરી આપી હતી. આ સંમેલનમાં 2,000 થી વધુ સભ્યો અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ આવે તેવી અપેક્ષા છે.

કન્વેન્શનના અધ્યક્ષ ડૉ. સાગર ગલવણકર અને કન્વીનર ડૉ. રઘુ જુવવાડીએ આ કાર્યક્રમને આગળ ધપાવવા સહયોગની ભાવના પર પ્રકાશ પાડ્યો હતો. કાર્યક્રમની યોજનાઓમાં શૈક્ષણિક કાર્યક્રમો, નેટવર્કિંગની તકો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને અન્ય પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.

ભારતીય મૂળના લગભગ 100,000 ચિકિત્સકોનું પ્રતિનિધિત્વ કરતા, AAPI એ ભાર મૂક્યો છે કે તેનું વાર્ષિક સંમેલન યુએસ અને ભારત બંનેમાં જ્ઞાનના આદાનપ્રદાન, હેલ્થ કેર ઇનોવેશન અને સમુદાયની સુખાકારી માટેની હિમાયત માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડે છે. વધુ માહિતી માટે જુઓ visit: www.aapiconvention.org and www.aapiusa.org.

Photos: Santiago C. Corrada @SantiagoCorrada

LEAVE A REPLY