Photo courtesy: Trupti and Anand Patel

ટોરોન્ટોમાં સતત ચોથા વર્ષે યુગશક્તિ કેનેડા દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. યુગશક્તિ કેનેડાની સ્થાપના કેયુર અમીન દ્વારા કરવામાં આવી છે. કેયુર અમીન વડોદરાના વતની છે અને તેઓ ઘણા વર્ષથી કેનેડામાં સ્થાયી થયા હતા. આ મહોત્સવના સફળ આયોજનમાં ધ્રુવ લુહાર, હાર્દિક પટેલ, રોનક પટેલ અને હાર્દિક પાઠકે મહત્ત્વપૂર્ણ સહકાર આપ્યો હતો. આ મહોત્સવમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગુજરાતી-ભારતીય સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન ગુજરાતની ગરબા સંસ્કૃતિ, સંગીત-નૃત્યની ઝલક જોવા મળી હતી અને તેને ભૂલકાઓથી લઇને વડિલો સુધીના તમામ વર્ગના લોકોએ માણી હતી.

LEAVE A REPLY