આવતા વર્ષે માર્ચમાં મહિનામાં યોજાનારી IPL અગાઉ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એક મોટી સમજૂતી થઇ હતી. CSKના ખેલાડી રવિન્દ્ર જાડેજાને રાજસ્થાન રોયલ્સમાં મોકલવામાં આવ્યા છે. આમ, તેઓ 2026માં રૂ.14 કરોડમાં રાજસ્થાન રોયલ્સ માટે રમશે. આ દરમિયાન રાજસ્થાને તેમના કેપ્ટન સંજુ સેમસનને CSK મોકલવાનો નિર્ણય લીધો છે. સંજુ રૂ. 18 કરોડમાં ચેન્નાઇમાં જોડાયો છે. ઉલ્લેખનીય છે કે, બંને ટીમો વચ્ચે આ સોદો લાંબા સમયથી ચાલી રહ્યો હતો.
શનિવારે IPL 2026 પહેલા તમામ ફ્રેન્ચાઇઝી માટે ખેલાડીઓને જાળવી રાખવાની અંતિમ તારીખ હતી. આ ટ્રેડ વિન્ડોમાં જાડેજા, સંજુ સેમસન, સેમ કુરન, મોહમ્મદ શમી, મયંક માર્કંડે, અર્જુન તેંડુલકર, નીતિશ રાણા અને ડેનોવન ફરેરા જેવા નામોનો સમાવેશ થાય છે. સિનિયર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)થી લખનૌ (LSG)માં ટ્રેડ કરવામાં આવ્યો છે. બ્રિટિશ ઓલરાઉન્ડર સેમ કુરનનું CSKથી RRમાં ટ્રેડિંગ થયું છે. તેની ફી ₹2.4 કરોડ પર યથાવત છે. સચિન તેંદુલકરનો ઓલરાઉન્ડર પુત્ર અર્જુનને મુંબઇ ઇન્ડિયનમાંથી LSGમાં ટ્રેડ કરવામાં આવ્યો છે. તે તેની વર્તમાન ફી ₹30 લાખમાં LSGમાં જોડાશે. ડાબોડી બેટ્સમેન નીતિશ રાણાને RRથી DCમાં ટ્રેડ કરાયો છે. તે રૂ. 4.2 કરોડની ફીમાં DC માં જોડાશે. આ સિવાય અન્ય કેટલાક ખેલાડીઓની ટીમમાં ફેરફાર થયો છે.












