મનોરંજક ફિલ્મ વેલકમની સીક્વલ ‘વેલકમ ટુ ધ જંગલ’ની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે. આ ફિલ્મમાં પણ કલાકારોનો મોટો કાફલો છે. તુષાર કપૂરે સોશિયલ મીડિયામાં આ ફિલ્મ અંગે નવી અપડેટ આપી હતી. આ ફિલ્મનું ગત વર્ષનું શૂટિંગ શીડ્યુલ પૂરું થઈ ગયું છે અને સાથે જ તેનું ટીઝર પણ ક્રિસમસ પર રિલીઝ કરી દેવાયું હતી. આ ફિલ્મ 2026ની મધ્યમાં રિલીઝ થાય એવી શક્યતા છે.
આ ફિલ્મમાં અક્ષયકુમાર અને રવિના ટંડન 20 વર્ષે ફરી એક વખત સાથે જોવા મળશે. 1990ના દસકામાં તેમની જોડી ઘણી જાણીતી હતી. આ ફિલ્મના અન્ય કલાકારોમાં સુનિલ શેટ્ટી, પરેશ રાવલ, અર્શદ વારસી, જેકલિન ફર્નાન્ડિઝ, દિશા પટણી, લારા દત્તા, જ્હોની લીવર, રાજપાલ યાદવ, શ્રેયસ તળપદે, કૃષ્ણા અભિષેક, કિકુ શારદા, દલેર મહેંદી, મિકા સિંઘ, રાહુલ દેવ, મુકેશ તિવારી, શારીબ હાશ્મી, ઇનામુલહક, ઝાકીર હુસૈન, યશપાલ શર્માનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ફિલ્મના ક્લાઇમેક્સનું શૂટિંગ તાજેતરમાં પૂર્ણ થયું છે. હવે જાન્યુઆરીના બીજા અઠવાડિયામાં ફિલ્મનું એક ખાસ ગીત શૂટિંગ થશે, જેમાં તમામ કલાકારો જોડાશે, અને પછી ટૂંક સમયમાં ફિલ્મનું શૂટિંગ પૂરું કરવાની યોજાના છે.













