સોમનાથ મંદિર પરિસરમાં શનિવારે રાત્રિના આકાશમાં ભગવાન શિવ અને શિવલિંગની વિશાળ છબીઓ અને સોમનાથ મંદિરનું 3D ચિત્રણ સહિત અનેક આયોજિત થીમ આધારિત રચનાઓ દર્શાવતો મેગા ડ્રોન શો યોજાયો હતો. સોમનાથની બે દિવસની મુલાકાતે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ સ્વાભિમાન પર્વના ભાગ રૂપે આયોજિત આ શોના સાક્ષી બન્યાં હતાં.
3,000 ડ્રોન સાથે લગભગ ૧૫ મિનિટના આ શો દરમિયાન સદીઓથી ઐતિહાસિક મંદિર પર થયેલા હુમલાને પણ દર્શાવવામાં આવ્યાં હતાં. દેશના મંદિર સ્થળની નજીક આયોજિત સૌથી મોટા ડ્રોન શો પૈકીના આ શોમાં સરદાર વલ્લભભાઇ પટેલ અને વીર હમીરજી ગોહિલ જેવા મહાનુભાવોને અલગ અલગ સ્વરૂપોમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. વીર હમીરજી ગોહિલ 16મી સદીના રાજપૂત યોદ્ધા હતાં,જેમણે આક્રમણકારો સામે સોમનાથ મંદિરનું રક્ષણ કરવા પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.
આ શોમાં 3,000 ડ્રોનનો ઉપયોગ કરાયો હતો. ડ્રોનના કોરિયોગ્રાફ્ડ એસેમ્બલી દ્વારા હવામાં ભગવાન શિવની 280 મીટરની પ્રતિમા દર્શાવવામાં આવી હતી. ‘શિવાલિંગ’નું દ્રશ્ય 330 મીટર સુધી ફેલાયેલી હતી. આ શોનું આયોજન IIT દિલ્હી-ઇન્ક્યુબેટેડ ટેક કંપની, BotLab દ્વારા કરવામાં આવ્યું હતું,











