પંજાબી સમુદાયના આલ્કોહોલની સમસ્યાવાળા લોકો માટે નિષ્ણાત પ્રોજેક્ટ સ્થાપવા અંગેની નવી માર્ગદર્શિકા, આલ્કોહોલ, ડ્રગ્સ અને જુગારની ચેરિટી એક્વેરિયસ દ્વારા જાહેર કરવામાં આવી છે જેમાં માન્ચેસ્ટર મેટ્રોપોલિટન યુનિવર્સિટી અને બર્મિંગહામ યુનિવર્સિટીના સંશોધકોએ મદદ કરી હતી. તેમાં અન્ય સમુદાયોના લોકોને પણ દારૂની સમસ્યાઓ માટે ટેકો આપવા માટે માળખું રજૂ કરવામાં આવ્યું છે જે હાલની સેવાઓ સાથે સંકળાયેલા નથી.

આ પ્રકારની પ્રથમ માગદર્શીકા યુકેમાં પ્રસિધ્ધ કરવામાં આવી છે અને તે વેસ્ટ મિડલેન્ડ્સમાં રહેતા પંજાબી સમુદાય પર આધારિત છે. માન્ચેસ્ટર મેટ્રોપોલિટન યુનિવર્સીટીના રીસર્ચર અને સોશિયલ રિસર્ચ એન્ડ સબસ્ટન્સ યુઝના પ્રોફેસર સારાહ ગાલવાણીની આગેવાની હેઠળ તૈયાર કરાયેલ અભ્યાસમાં પ્રો. ગાલવાનીએ જણાવ્યું હતું કે, “લઘુમતી વંશીય સમુદાયોમાં લોકોની ચોક્કસ જરૂરિયાતો અંગે સંશોધનની અભાવ છે જે સંભવત: દારૂ અને અન્ય દવાઓનો ઉપયોગ કરી શકે છે. વિવિધ સમુદાયો અને લોકોને ટેકો આપવા વધુ ધ્યાન આપવાની જરૂર છે.”

અભ્યાસમાં દક્ષિણ એશિયાઈ સમુદાયોમાં દારૂના વપરાશને લગતી સેવાઓ અને ખાસ કરીને પંજાબી સમુદાયની સેવાઓ પૂરી પાડતી વખતે સ્થાનિક સમુદાયો સાથે કેવી રીતે કાર્ય કરવું તે વિશે શ્રેષ્ઠ રજૂ કરાયો છે. એક્વેરિયસે 2016-19 દરમીયાન પંજાબી સમુદાય માટે શાંતિ પ્રોજેક્ટ ચલાવ્યો હતો જેમાં જણાયું હતું કે દારૂને લગતી લિવરની ગંભીર પરિસ્થિતિઓ સાથે મધ્યમ વયના પંજાબી પુરુષો મોટી સંખ્યામાં એક્સીડેન્ટ એન્ડ ઇમરજન્સી વિભાગમાં સારવાર લેતા હતા. શાંતિનો ઉદ્દેશ પંજાબી સમુદાયમાં આલ્કોહોલની સમસ્યાઓ અને આલ્કોહોલ સેવાઓ વિશેની માન્યતા અને સમજણ વધારવાનો છે.

અહેવાલના સહ લેખક, બર્મિંગહામ યુનિવર્સિટીના સિનિયર લેક્ચરર ડો. સુરિન્દર ગુરુએ જણાવ્યું હતું કે, “પંજાબી સમુદાયમાં દારૂ પીવા માટે ભેદભાવ છે. પુરુષો દ્વારા વધુ માત્રામાં દારૂ પીવો એ એક સામાન્ય પ્રથા છે પરંતુ મહિલાઓ દારૂ પીવે તેને ખરાબ માનવામાં આવે છે. જે પરિવારોમાં તણાવ પેદા કરે છે અને આવી મહિલાઓનો સમુદાય અને કુટુંબ દ્વારા અસ્વીકાર કરાય છે અને શરમ સહન કરવી પડે છે.  જો કે આપણે મહિલાઓના પીવા પર ધ્યાન આપવાની જરૂર છે.’’