બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન દેશમાં પ્રાકૃતિક મુશ્કેલીઓ અથવા કોઈ અન્ય મુશ્કેલીઓના સમયે અનેકવાર ડોનેશન આપતા રહ્યા છે. અમિતાભે દૂષ્કાળ અથવા પૂર પ્રભાવિત વિસ્તારો માટે કરોડો રૂપિયા રીલીફ ફંડમાં ડોનેટ કર્યા છે. તો હવે અનેક પગલા આગળ વધીને અમિતાભ બચ્ચને ઑર્ગન ડોનેટ એટલે અંગદાન કરવાની જાહેરાત કરી છે.
અમિતાભ બચ્ચને પોતાના ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરીને આ વાતની જાહેરાત કરી છે. તેમણે પોતાની એક તસવીર પોસ્ટ કરી છે જેમાં તેમના કોટ પર એક નાની ગ્રીન કલરની રીબીન પણ છે. આ તસવીરને શેર કરતા અમિતાભે લખ્યું કે, ‘હું એ પ્રતિજ્ઞા લઇ ચુકેલો ઑર્ગન ડૉનર છું. મે આ ગ્રીન રીબીન આની પવિત્રતા માટે પહેરી છે.’
અમિતાભના ટ્વીટના જવાબમાં અનેક લોકોએ ડોનેશન બાદ મળેલા પોતાના ખુદના સર્ટિફિકેટને શેર કર્યા છે અને જણાવ્યું કે કઈ રીતે તેઓ પણ પોતાના ઑર્ગન ડોનેટ કરી ચુક્યા છે. તો કેટલાક એવા પણ છે કે જેમણે પોતાના ઑર્ગન ડોનેટ કરવાની વાત કહી છે. આ દરમિયાન એક યૂઝરે ટ્વીટ કરીને કહ્યું કે અમિતાભના ઑર્ગન્સ કોઈને ટ્રાન્સપ્લાન્ટ કરી જ ના શકાય.
એક યૂઝરે લખ્યું કે, ‘સર તમને હેપેટાઇસિસ-બી રહ્યો છે. તમારા ઑર્ગન્સ કોઈ અન્ય વ્યક્તિને ના લગાવી શકાય. આ ઉપરાંત તમે ખુદ પોતાનું લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવી ચુક્યા છો અને ઇમ્યુનોસપ્રેસેંટ ડ્રગ્સ લો છો. હું ઑર્ગન્સ ડોનેટ કરવા અને બીજાની જિંદગી બચાવવાના તમારા નિર્ણયની પ્રસંશા કરું છું, પરંતુ હું માફી ઇચ્છુ છું કે તમે સાયન્ટિફિકલી ઑર્ગન ડૉનેટ ના કરી શકો