ભારતીય ક્રિકેટ ટીમને પ્રથમ ટેસ્ટના કારમા પરાજય પછી બીજો મોટો ઝટકો લાગ્યો છે. ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ઈજાગ્રસ્ત થયો હતો, તે હવે બાકીની સિરીઝમાં તે રમી શકે તેમ નથી. એડિલેડ ટેસ્ટમાં બેટિંગ કરતી વખતે શમીને પેટ કમિન્સનો બોલ હાથમાં વાગ્યો વાગતાં તે રીટાયર્ડ હર્ટ થયો હતો.
કમિન્સના એક બાઉન્સરથી બચવા જતા બોલ તેના હાથમાં વાગ્યો હતો. સખત દુખાવો થતા શમી મેદાન છોડી ગયો હતો. તેને સ્કેન માટે હોસ્પિટલ લઈ જવાતાં હાથમાં ફ્રેક્ચર થયાનું જણાયું છે. પ્રથમ ટેસ્ટ પછી કોહલી સ્વદેશ પરત ફર્યો છે. હવે મોહમ્મદ શમી ઈજાગ્રસ્ત થતા ભારતની ચિંતા વધી છે. અનુભવી ઓપનર રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા તો પહોંચી ગયો છે, પણ તે ક્વોરેન્ટાઇનના નિયમોને કારણે બીજી ટેસ્ટ રમી શકશે નહીં.