Dollar plunges sharply Asian economies in trouble
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

બે અલગ અલગ કિસ્સાઓમાં અમેરિકાના સીક્યુરિટિઝ એન્ડ એક્સચેન્જ કમિશન દ્વારા પાંચ મિલિયન ડોલર્સથી પણ વધુ રકમની ગેરકાયદે કમાણી કરવાના આરોપસર સંખ્યાબંધ ભારતીય અમેરિકન્સ સામે સોમવારે (25 જુલાઈ) કેસ કરાયા છે.

લુમેન્ટમ હોલ્ડિંગ્સના ભૂતપૂર્વ ચીફ ઈન્ફોર્મેશન સીક્યુરિટિ ઓફિસર, 49 વર્ષના અમિત ભારદ્વાજ તેમજ તેના મિત્રો – 50 વર્ષના ધિરેનકુમાર પટેલ, 47 વર્ષના શ્રીનિવાસ કાક્કેરા, 47 વર્ષના અબ્બાસ સઈદી તથા 45 વર્ષના રમેશ ચિતોર સામે કેસ કરાયો છે, જેમાં એસઈસીના આરોપ મુજબ કેલિફોર્નીઆના આ તમામ રહેવાસીઓએ લુમેન્ટમ દ્વારા બે કંપનીઓ હસ્તગત કરવાની જાહેરાત કરાઈ તે અગાઉ એ બે કંપનીઓના શેર્સના સોદા કર્યા હતા અને તેમાં 5.2 મિલિયન ડોલર્સથી વધુનો ગેરકાયદે નફો કર્યો હતો.

એક અન્ય કેસમાં ન્યૂ યોર્કના રહેવાસી, 37 વર્ષના ઈન્વેસ્ટમેન્ટ બેંકર બ્રિજેશ ગોયલ અને તેના 33 વર્ષના મિત્ર અક્ષય નિરંજન સામે 2017માં ચાર કંપનીઓ હસ્તગત કરવાના કિસ્સામાં બન્નેએ 275,000 ડોલર્સથી વધુનો ગેરકાયદે નફો મેળવ્યો હતો. ગોયલને તેની કામગીરીના એક ભાગરૂપે આ ચાર એક્વિઝિશનની માહિતી મળ્યા પછી તેણે પોતાના મિત્રને ટીપ આપી હતી અને અક્ષયે ટાર્ગેટ કંપનીઓના શેર્સમાં સોદા કરી કમાણી કરી હતી, પછી એમાંથી ગોયલને તેના હિસ્સાના 85,000 ડોલર્સ વાયરથી ટ્રાન્સફર કર્યા હતા.

એસઈસીએ તેના એન્ફોર્સમેન્ટની કાર્યવાહી મેનહટનની ફેડરલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ફાઈલ કરી હતી, તો યુએસ એટર્નીની ઓફિસે પેરેલલ ક્રિમિનલ ચાર્જીસની પણ જાહેરાત કરી હતી. સામાન્ય, રોજીંદા રોકાણકારો એવું વિચારતા થઈ જશે કે પોતાના દરજ્જાનો દુરૂપયોગ કરી અંદરની માહિતી ધરાવતા લોકો શેરબજારમાં રિગિંગ કરી સામાન્ય રોકાણકારોના ભોગે વધારે નફો કમાઈ લે છે તો, તેઓ પોતાના મહેનતની કમાણીનું રોકાણ શેરબજારમાં નહીં કરે, એમ એસઈસીના એન્ફોર્સમેન્ટ ડિવિઝનના ડાયરેક્ટર ગુરબિર એસ. ગ્રેવાલે કહ્યું હતું.

ભારદ્વાજના કિસ્સામાં તો તેની ટીપના આધારે તેના મિત્રોએ નીઓફોનેટિક્સના શેર્સ ખરીદી નફો કર્યો હતો અને પછી તે નફામાંથી ભારદ્વાજનો હિસ્સો તેની સૂચના મુજબ ઈન્ડિયામાં રહેતા ભારદ્વાજના સગાને ભારતીય રૂપિયામાં ટ્રાન્સફર કર્યો હતો.