Break-up between Lalit Modi and Sushmita Sen
ફાઇલ ફોટો (ANI Photo/Instagram)

ઇન્ડિયન પ્રીમિયર લીગના સ્થાપક લલિત મોદી અને બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેન વચ્ચે હવે બ્રેકઅપની અટકળો થઈ રહી છે. મીડિયા રીપોર્ટ મુજબ લલિત મોદીએ સોશિયલ મીડિયા પરથી સુષ્મિતાનું નામ હટાવી દીધું છે. લલિત મોદીએ ઈન્સ્ટાગ્રામ પર DP પણ બદલ્યું છે. સુષ્મિતા સાથેની તસવીર હટાવીને પોતાના એકલાની તસવીર પ્રોફાઈલ પિક્ચર તરીકે સેટ કરી છે. બાયો સેક્શનમાંથી પણ સુષ્મિતાનું નામ હટાવી લીધું છે.

આ પછી બંને વચ્ચે બ્રેકઅપની અટકળો થઈ રહી છે. જોકે સોશિયલ મીડિયામાં સુષ્મિતા સેન અને લલિત મોદીએ હજી એકબીજાને અનફૉલો કર્યા નથી અને સુષ્મિતા સાથેની જે તસવીરો પોસ્ટ કરી હતી તે પણ ડીલીટ નથી કરી.
ચાલુ વર્ષે જુલાઈ લલિત મોદીએ સોશિયલ મીડિયાના માધ્યમથી બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેન સાથેના રિલેશનશિપની જાહેરાત કરી હતી. લલિત મોદીએ બ્યુટી ક્વીન સુષ્મિતા સેનની ઓળખ પોતાની પાર્ટનર તરીકે આપી હતી.પ્રોફાઈલ પિક્ચરમાં પણ સુષ્મિતા સાથેની તસવીર શેર કરી હતી.

લલિત મોદી 2008માં આઇપીએલ લીગની શરુઆત કરવાની જોરદાર સફળતા અપાવી હતી. જો કે 2010માં કૌભાંડમાં તેની સંડોવણી સામે આવતા પદ પરથી હટાવી દેવામાં આવ્યો હતો. લલિત મોદી ત્યારપછી દેશ છોડીને ભાગી ગયો હતો. 56 વર્ષીય લલિત મોદીના પત્ની મિનલ મોદીનું 2018માં નિધન થયુ હતું. લલિત મોદી બે બાળકોનો પિતા છે.

LEAVE A REPLY

twelve − 4 =