Saif's look to Alauddin Khilji
(Photo by Stuart Wilson/Getty Images)

ભગવાન શ્રી રામ પર બનેલી પ્રભાસ, ક્રિતિ સેનન તથા સૈફ અલી ખાનની ફિલ્મ ‘આદિપુરુષ’ના ટીઝરથી સોશિયલ મીડિયા યુઝર્સને આઘાત લાગ્યો હોય તેમ લાગે છે અને ઘણા યુઝર્સે ફિલ્મને બોયકોટ કરવાની પણ માગણી કરી હતી. સૈફ અલી ખાન આ ફિલ્મમાં રાવણનો રોલ કરી રહ્યો છે. જોકે ટીઝરમાં સૈફનો લૂક જોઈને ચાહકોને આઘાત લાગ્યો હતો. ઘણા યુઝર્સે લખ્યું હતું કે સૈફ અલી ખાનનો લુક રાવણ કરતા અલાઉદ્દીન ખિલજી જેવો વધારે લાગે છે. આદિપુરૂષ ફિલ્મ 12 જાન્યુઆરીએ રિલિઝ થવા જઈ રહી છે.

સોશિયલ મીડિયામાં એક યુઝરે સવાલ કર્યો હતો કે નાના વાળ-લાંબી દાઢી સાથે સૈફ અલી ખાન રાવણ જેવો લાગે છે ખરો? રાવણના પુષ્પક વિમાનને જોઈને પણ લોકોને આઘાત લાગ્યો છે. રામાયણમાં પુષ્પક વિમાન સુંદર દેખાય છે પણ આદિપુરૂષના ટીઝરમાં તો રાવણને એક ખૂંખાર જાનવર પર સવારી કરતો બતાવ્યો છે.

જોકે ટીઝર બાદ ચાહકોને પ્રભાસ તથા ક્રિતિ રામ-સીતાના રોલમાં પસંદ આવ્યા છે. કેટલાંક યુઝર્સે લખ્યું હતું કે આ ફિલ્મ રામાયણનું અપમાન છે. ફિલ્મમાં સૈફ અલી ખાન અલાઉદ્દીન ખિલજી જેવો લાગે છે. સૈફની હેરસ્ટાઇલ પર કમેન્ટ કરતાં એક યુઝરે કહ્યું હતું કે રાવણ ગમે તેટલો ખરાબ હતો, પરંતુ તેણે ક્યારેય આવી હેરસ્ટાઇલ રાખી નહોતી.

ટીઝરમાં ફિલ્મનું VFX જોતા જ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. ઘણા યુઝર્સે આ ટીઝરના VFXની મજાક ઉડાવી રહ્યા છે અને સાથે જ ફિલ્મને ટેમ્પલ રન ગેમ સાથે સરખાવી રહ્યા છે. તો આ સિવાય ઘણા લોકો એમ કહી રહ્યા છે કે કાર્ટૂન નેટવર્ક અને પોગો જેવી કાર્ટૂન ચેનલો ફિલ્મના સેટેલાઇટ રાઇટ્સ ખરીદશે અને લોકોને આ ફિલ્મ કાર્ટૂન ચેનલો પર જોવા મળશે.

LEAVE A REPLY

3 + seven =