(ANI Photo/Rahul Singh)

નાણાપ્રધાન નિર્મલા સીતારામને ગુરુવારે સળંગ છઠ્ઠું બજેટ રજૂ કર્યું હતું અને ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈના રેકોર્ડની બરાબરી કરી હતી. આ વચગાળાના બજેટની મુખ્ય જાહેરાતો નીચે મુજબ છે.

* વચગાળાના બજેટમાં સીધા કે પરોક્ષ ટેક્સમાં કોઈ ફેરફાર કરાયા નથી.

* સરકાર આગામી પાંચ વર્ષમાં 20 મિલિયન એફોર્ડેબલ ઘરો બાંધશે

* સ્વ-સહાય જૂથોની સફળતાથી 1 કરોડ મહિલાઓ “લખપતિ દીદીઓ” બની છે.

* સરકારે 10 વર્ષમાં 250 મિલિયન લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે

* પાક વીમા યોજનાનો લાભ 40 મિલિયન ખેડૂતો સુધી પહોંચશે.

* સરકારનું લક્ષ્ય 2047 સુધીમાં દેશને ‘વિકસિત’ (વિકસિત) બનાવવાનું છે

* ત્રણ નવા રેલવે કોરિડોર બનાવાશે. 40 હજાર સામાન્ય કોચને વંદે ભારતમાં રૂપાંતરિત કરાશે.

* સંરક્ષણ ક્ષેત્ર 11.1% ખર્ચ વધારવામાં આવશે જે જીડીપીનો 3.4% હશે.

* આંગણવાડી વર્કરોને હવે આયુષ્યમાન યોજનાનો લાભ અપાશે.

* રૂફટૉપ સોલર પ્લાન હેઠળ 1 કરોડ ઘરોને 300 યૂનિટ/મહિનો ફ્રી વીજળી

* ડિફેન્સ માટે 6.2 લાખ કરોડ રૂપિયાનું બજેટ રખાયું.

* પ્રત્યક્ષ, પરોક્ષ કરમાળખામાં કોઈ ફેરફાર નહીં

* 2009-10 સુધી રૂ. 25,000 સુધીની ઇનકમ ટેક્સ ડિમાન્ડ પાછી ખેંચી

* 2010-11થી 2014-15 સુધીની રૂ.10,000 સુધીની ટેક્સ ડિમાન્ટ પાછી ખેંચી

* આ બંને પગલાંથી એક કરોડ કરદાતાઓને લાભ થવાની ધારણા

* ભાડાના મકાનોમાં રહેતા મધ્યમ વર્ગને તેમના પોતાના મકાનો ખરીદવા અથવા બાંધવામાં મદદ કરવાની યોજના

* સ્ટાર્ટઅપ તથા સોવરિન વેલ્થ અથવા પેન્શન ફંડ્સ રોકાણો માટે કરલાભો એક વર્ષ વધારી 31 માર્ચ, 2025 લંબાવાયા

* મૂડીખર્ચ 11 ટકા વધારીને રૂ.11.11 લાખ કરોડ કરાયો

* 2024-25 માટે રાજકોષીય ખાધ 5.1 ટકા રહેવાનો અંદાજ છે, જે ચાલુ નાણાકીય વર્ષની 5.8 ટકાથી નીચી છે.

* સરકાર આગામી નાણાકીય વર્ષમાં રૂ.14.13 લાખ કરોડનું ઋણ લેશે, જે 2023-24ના રૂ.15.43 લાખ કરોડ કરતાં ઓછું છે

* આગામી નાણાકીય વર્ષ (2024-25) માટે નોમિનલ જીડીપી 10.5 ટકા રહેવાનો અંદાજ

* કેન્દ્રીય જાહેર સાહસોના ડિસઇન્વેસ્ટમેન્ટથી આગામી નાણાકીય વર્ષમાં રૂ.50,000 કરોડ એકઠા કરવાનો અંદાજ, જે 2023-24માં રૂ.30,000 કરોડ હતો.

* 2024-25 માટે ટેક્સની કુલ આવકનો ટાર્ગેટ 11.46 ટકા વધારી રૂ.38.31 લાખ કરોડ કરાયો, જે આ નાણાકીય વર્ષમાં રૂ.34.37 લાખ કરોડ હતો

* પ્રત્યક્ષ કર વસૂલાતનો લક્ષ્યાંક રૂ.21.99 લાખ કરોડ; પરોક્ષ કરનો લક્ષ્યાંક રૂ.16.22 લાખ કરોડ

* 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને સાકાર કરવામાં મદદ કરવા માટે અભૂતપૂર્વ વિકાસના આગામી પાંચ વર્ષ

* સરકાર 2014 પહેલા અર્થતંત્રના ગેરવહીવટ અંગે શ્વેતપત્ર બહાર પાડશે

* સરકાર રાજ્યો, હિતધારકો સાથે પરામર્શ કરીને નેક્સ્ટ જનરેશનના સુધારા હાથ ધરશે

* વસ્તી વૃદ્ધિના પડકારો અને વસ્તી વિષયક ફેરફારોની સમસ્યાના ઉકેલ માટે ઉચ્ચ-સ્તરીય સમિતિની રચના

* યુવાનો માટે 50 વર્ષની વ્યાજમુક્ત લોન માટે રૂ.1 લાખ કરોડનું ફંડ બનાવશે

* મૂડી ખર્ચ માટે રાજ્યોને 50 વર્ષની વ્યાજમુક્ત લોનની યોજના આગામી વર્ષે ચાલુ રાખવામાં આવશે.

LEAVE A REPLY

nineteen − 16 =