વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ભાજપના વરિષ્ઠ નેતા એલ કે અડવાણીના નિવાસસ્થાને જઇને અડવાણીને 93માં જન્મદિવસની આઠ નવેમ્બરે ઉજવણી કરી હતી. આ પ્રસંગે પ્રતિભા અડવાણી હાજર હતા. (TWITTER IMAGE POSTED BY @narendramodi (PTI Photo)

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને તેમના 93માં જન્મદિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિવાસસ્થાને જઈને રવિવારે શુભકામનાઓ આપી છે. વડાપ્રધાન મોદીએ આ ખાસ પ્રસંગે જણાવ્યું હતું કે લાલકૃષ્ણ અડવાણી પાર્ટીના કરોડો કાર્યકર્તાઓની સાથે જ દેશવાસીઓના પ્રત્યક્ષ પ્રેરણાસ્ત્રોત છે.
લાલકૃષ્ણ અડવાણીને શુભકામનાઓ આપતા પીએમ મોદીએ ટ્વીટ કરી, ભાજપને જન-જન સુધી પહોંચાડવાની સાથે દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા નિભાવનારા શ્રદ્ધેય શ્રી લાલકૃષ્ણ અડવાણીજીને જન્મદિનની ખૂબ-ખૂબ શુભકામનાઓ. તેઓ પાર્ટીના કરોડો કાર્યકર્તાઓની સાથે જ દેશવાસીઓના પ્રત્યક્ષ પ્રેરણાસ્ત્રોત છે. હું તેમના લાંબા આયુષ્ય અને સ્વસ્થ જીવનની પ્રાર્થના કરૂ છુ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવાય ભાજપના કેટલાક નેતાઓએ પણ લાલકૃષ્ણ અડવાણીને તેમના જન્મદિવસની શુભકામનાઓ આપી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને તેમના જન્મદિવસ પર શુભકામનાઓ આપી હતી. અમિત શાહે ટ્વીટ કરતા લખ્યું હતું કે આદરણીય અડવાણીજીએ પોતાના પરિશ્રમ અને નિસ્વાર્થ સેવાભાવથી માત્ર દેશના વિકાસમાં મહત્વનુ યોગદાન આપ્યુ નથી, પરંતુ ભાજપની રાષ્ટ્રવાદી વિચારધારાના વિસ્તારમાં પણ મુખ્ય ભુમિકા નિભાવી છે. તેમના જન્મદિવસ પર તેમને શુભકામનાઓ આપું છું અને ઈશ્વર સાથે તેમના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની કામના કરૂ છુ.