(istockphoto.com)

ઇંગ્લેન્ડના એનએચએસના વડા સર સાયમન સ્ટીવન્સે એપ્રિલ સુધીમાં 50 કરતાં વધુ વયના લોકોને કોવિડ-19 સામેની રસી આપીને સુરક્ષીત કરવાની યોજના ઘડી કાઢી છે. સરકાર તા. 15 ફેબ્રુઆરી સુધીમાં 70 થી વધુ વય ધરાવતા દરેકને અને પાનખર સુધીમાં 18 વર્ષથી વધુ ઉંમરના દરેકને રસી આપવા માંગે છે.

નવીનતમ આંકડા દર્શાવે છે કે હોસ્પિટલમાં દાખલ થતા લોકો પૈકી ચોથા ભાગના લોકોની વય લગભગ 55 વર્ષથી ઓછી હોય છે.

હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે કહ્યું હતું કે ‘’યુકેમાં લગભગ 2.3 મિલિયન લોકોને રસીનો ડોઝ આપવામાં આવ્યો છે. તેમાંથી 388,677 બંને ડોઝ ધરાવતા હતા. ઇંગ્લેન્ડના 1,959,151, વેલ્સના 86,039, સ્કોટલેન્ડના 163,377 અને નોર્ધર્ન આયર્લેન્ડના 78,005 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યા છે.’’

એન.એચ.એસ. ઇંગ્લેન્ડના નેશનલ મેડિકલ ડાયરેક્ટર સ્ટીફન પોવીસે એ જ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે રસીકરણથી ધીમે ધીમે હોસ્પિટલમાં દાખલ થતા કેસોની સંખ્યામાં ઘટાડો થાય છે

સરકાર 206 હોસ્પિટલ હબ સાઇટ્સ, આશરે 1,200 સ્થાનિક રસીકરણ સાઇટ્સ અને 50 સમૂહ રસીકરણ કેન્દ્રોના 80,000 સ્ટાફની મદદથી સપ્તાહના 2 મિલીયન લોકોને રસી આપવાનું લક્ષ્ય ધરાવે છે.