અહીં ચાલી રહેલા વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં ગુરુવારે અમેરિકન અબજપતિ સમાજસેવક જોર્જ સોરોસે તેમના વિચાર રજૂ કર્યા છે. રાષ્ટ્રીયતાના મુદ્દે સોરોસે કહ્યું છે કે, હવે તેનો અર્થ બદલાઈ રહ્યો છે. ભારતમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા વડાપ્રધાન મોદી દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માંગે છે. તેઓ અર્ધસ્વાયત્ત મુસ્લિમ વિસ્તાર કાશ્મીરમાં દંડનીય (અનુચ્છેદ 370 ખતમ) પગલાં લઈ રહ્યા છે. તે સાથે જ સરકારના નિર્ણયો (નાગરિકતા સંશોધન કાયદો)થી ત્યાં રહેતા લાખો મુસ્લિમ લોકોને નાગરિકતા જવાનું જોખમ લાગી રહ્યું છે.

સોરોસે એવું પણ કહ્યું છે કે, સિવિસ સોસાયટીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. માનવતા ઓછી થતી દેખાઈ રહી છે. એવું લાગે છે કે, આગામી સમયમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગના ભાગ્યથી જ દુનિયાની દિશા નક્કી ખશે. આ સમયે વ્લાદિમીર પુતિન, ટ્રમ્પ અને જિનપિંગ તાનાશાહ જેવા શાસક છે. સત્તા પર પકડ રાખનાર શાસકોનો વધારો થઈ રહ્યો છે.

સોરોસે એવું પણ કહ્યું છે કે, અત્યારે આપણે ઈતિહાસના પરિવર્તનના સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. ખુલ્લા સમાજની માન્યતા જોખમમાં છે. તેનાથી પણ મોટો એક પડકાર છે- જળવાયુ પરિવર્તન. હવે મારા જીવનનો સૌથી મહત્વનો પ્રોજેક્ટ ઓપન સોસાયટી યુનિવર્સિટી નેટવર્ક (OSUN) છે. આ એક એવું પ્લેટફર્મ છે, જેમાં દુનિયાની દરેક યુનિવર્સિટીના લોકો અભ્યાસ અને રિસર્ચ કરી શકશે. OSUN માટે હું એક અબજ ડોલર રૂ. 7100 કરોડનું રોકાણ કરવાનો છું.