REUTERS/Jack Taylor

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણના વીડિયોને ખોટી રીતે સંપાદિત કર્યો હોવાનું સ્વીકારીને બીબીસીએ માફી માંગ્યા પછી ટ્રમ્પે 14 નવેમ્બરે જણાવ્યું હતું કે તેઓ આગામી અઠવાડિયે બીબીસી પર 5 બિલિયન ડોલરનો દાવો માંડી શકે છે. અહીં ઉલ્લેખનીય છે કે બીબીસીએ માફી માગી હતી, પરંતુ દાવા માટે કોઈ કાનૂની આધાર સાથે અસંમત થઈને વળતરનો ઇનકાર કર્યો હતો.

ટ્રમ્પે સપ્તાહના અંતે ફ્લોરિડા જતા એરફોર્સ વનમાં પત્રકારોને જણાવ્યું કે અમે તેમના પર ૧ બિલિયન ડોલરથી ૫ બિલિયન ડોલરનો દાવો કરીશું, કદાચ આવતા અઠવાડિયે કોઈક સમયે. મને લાગે છે કે મારે તે કરવું પડશે, મારો મતલબ છે કે તેઓએ કબૂલ પણ કર્યું છે કે તેઓએ છેતરપિંડી કરી છે. તેઓએ મારા મોંમાંથી નીકળતા શબ્દો બદલી નાખ્યા હતાં.

ટ્રમ્પે કહ્યું હતું કે તેમણે બ્રિટિશ વડાપ્રધાન કેર સ્ટાર્મર સાથે આ મુદ્દા પર વાતચીત કરી નથી, જેમની સાથે તેમણે મજબૂત સંબંધ બાંધ્યા છે, પરંતુ તેઓ આ સપ્તાહના અંતે તેમને ફોન કરવાની યોજના ધરાવે છે. સ્ટાર્મરે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો અને આ ઘટનાથી તેઓ ખૂબ જ પરેશાન છે.

ટ્રમ્પે કહ્યું હતું કે બીબીસીની માફી પૂરતી નથી. જ્યારે તમે કહો છો કે તે અજાણતા થયું છે, તો મને લાગે છે કે જો તે અજાણતા થયું હોય, તો તમે માફી નથી માંગતા.

અગાઉ ટ્રમ્પના ભાષણને સંપાદિત (તોડીમરોડીને રજૂ કરવું) કરીને રજૂ કરવા બદલ બીબીસીએ ગુરુવારે માફી માગી હતી. બ્રોડકાસ્ટરે આ ભાષણમાં એવા ચેડાં કર્યા હતાં કે જાણે ટ્રમ્પ હિંસાની હિમાયત કરી રહ્યાં છે. એક નિવેદનમાં બીબીસીએ જણાવ્યું હતું કે તેના વડા સમીર શાહે વ્હાઇટ હાઉસને એક વ્યક્તિગત પત્ર મોકલીને ટ્રમ્પને સ્પષ્ટ કર્યું હતું કે તેઓ અને કોર્પોરેશન આ ફેરફાર માટે દિલગીર છે અને તે હવેથી પેનોરમા ડોક્યુમેન્ટરીને તેના કોઈપણ પ્લેટફોર્મ પર ફરીથી પ્રસારિત કરશે નહીં. પરંતુ અમે માનહાનિના દાવા માટે કોઈ આધાર હોવા અંગે સંપૂર્ણ અસંમત છીએ.

અગાઉ બીબીસી પક્ષપાત કરતી હોવાના આંતરિક આરોપો લીક થયાં હતાં. 2021ની ચૂંટણીમાં પરાજય પછી ટ્રમ્પના સમર્થકોએ કેપિટોલ (વ્હાઇટ હાઉસ) પર હુમલો કર્યો હતો. તે વખતના ટ્રમ્પના ભાષણમાં બીબીસીએ ચેડાં કર્યા હતાં. તેનાથી બીબીસીના બે ટોચના અધિકારીઓએ રાજીનામા આપવા પડ્યા હતાં અને ટ્રમ્પે એક અબજ ડોલરનો માનહાનીનો દાવો માંડવાની ધમકી આપી હતી.

અગાઉ ટ્રમ્પના વકીલોએ બીબીસીને જણાવ્યું હતું કે તે પેનોરમા કાર્યક્રમ પાછો ખેંચે, પ્રેસિડન્ટની માફી માંગી અને તેમને થયેલા નુકસાન માટે યોગ્ય વળતર આપે, નહિતર ઓછામાં ઓછા $1 બિલિયનના મુકદ્દમાનો સામનો કરવા તૈયાર રહે.

LEAVE A REPLY