આર્લેસરમિત્તલની જર્મની ખાતેની ફેક્ટરીનો ફાઇલ ફોટો (JOHN MACDOUGALL/AFP via Getty Images)

વિશ્વના સૌથી મોટા સ્ટીલ ઉત્પાદક, આર્સેલરમિત્તલ SA MT.LU દ્વારા અમેરિકાના આયર્ન ઓર પેલેટ્સનાં સૌથી મોટા ઉત્પાદક, ક્લીવલેન્ડ-ક્લિફ્સ ઇન્ક CLF.N, સાથે મર્જર કરવાના સોદાની ચર્ચા ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

આ સંયોજન સ્ટીલ ઉત્પાદકોમાં તેમના વ્યવસાયને એકીકૃત અને વૈવિધ્યીકરણ કરવા માટેના એક નવા દબાણનો સંકેત આપશે. જે માંગમાં રહેલ સ્વિંગ્સને ઓછી સંવેદનશીલ બનાવશે. ગયા માર્ચમાં ક્લીવલેન્ડ-ક્લિફ્સે $3 બિલિયનમાં સ્ટેઈનલેસ સ્ટીલ સહિત ફ્લેટ-રોલ્ડ કાર્બન સ્ટીલ્સના યુ.એસ. ઉત્પાદક એકે સ્ટીલને હસ્તગત કરી હતી.

લક્ઝમબર્ગ સ્થિત આર્સેલરમિત્તલની $3 બિલીયનની યુ.એસ. એસેટ્સ $2 બિલીયનની ક્લીવલેન્ડ-ક્લિફ્સ સાથે વિલીનીકરણ થશે. ક્લીવલેન્ડ-ક્લિફ્સ માટે તે પરિવર્તનશીલ બનશે જેનું બજાર $2.3 બિલીયન છે અને જૂનના અંત સુધીમાં તેનુ લાંબા ગાળાના દેવું $4.5 બિલીયન હતું.

સૂત્રોએ જણાવ્યું હતું કે, તેઓ નિશ્ચિત નથી કે આ વાટાઘાટો કોઈ સોદામાં પલટાશે. પણ જો વાતચીત સફળ સાબિત થશે તો આગામી દિવસોમાં સોદાની ઘોષણા થઈ શકે છે. આર્સેલરમિત્તલ અને ક્લીવલેન્ડ-ક્લિફ્સે ટિપ્પણી કરી નથી.

આર્સેલરમિત્તલ યુ.એસ.માં 18,000થી વધુ કર્મચારીઓ અને ખાણો, સ્ટીલ ફેક્ટરી સહિત 25 ફેસેલીટીઝ ધરાવે છે. ક્લીવલેન્ડમાં મુખ્ય મથક ધરાવતું ક્લીવલેન્ડ-ક્લિફ્સ યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડામાં ખાણો અને સ્ટીલ ઉત્પાદનમાં લગભગ 11,000 લોકોને રોજગારી આપે છે.

આર્સેલરમિત્તલે ગયા વર્ષે કહ્યું હતું કે તેનું દેવું ઓછું કરવા માટે 2021ની મધ્ય સુધીમાં $2 બિલીયનની સંપત્તિને ઓફલોડ કરવાનું લક્ષ્યાંક ધરાવે છે. ડિસેમ્બરમાં, તે તેના શિપિંગ વ્યવસાયમાંથી 50% હિસ્સો વેચવા સંમત થઈ, અને બ્રાઝિલિયન સ્ટીલ ઉત્પાદક ગેર્ડાઉમાંનો પણ તેનો હિસ્સો વેચી દીધો હતો.