અર્નબ ગોસ્વામીની ધરપકડ બાદ ભાજપના કાર્યકારોએ મહારાષ્ટ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યા હતા. (PTI Photo/Shashank Parade)

મુંબઈ પોલિસે 53 વર્ષીય ઇન્ટિરિયર ડિઝાઇનરને આત્મહત્યા માટે કથિત ઉશ્કેરણી કરવા બદલ રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીની ચાર નવેમ્બરે ધરપકડ કરી હતી.

અર્નબ પર 2018માં એક મા અને દીકરાને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ છે. અર્નબે આરોપ લગાવ્યો હતો કે પોલીસે તેમની સાથે મારઝૂડ કરી હતી. રિપબ્લિક ટીવીએ અર્નબના ઘરના લાઈવ ફૂટેજ પણ દર્શાવ્યા હતા અને અર્નબ સાથે પોલીસની ઝપાઝપી પણ દર્શાવવામાં આવી હતી.. એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે અર્નબ અને રિપબ્લિક ટીવીએ મુંબઈ પોલીસની કાર્યવાહી વિશે ઘણા સવાલ ઊભા કર્યા હતા.

કેન્દ્રીય પ્રધાન જાવડેકર ટ્વીટ કર્યું હતું કે અમે મહારાષ્ટ્રમાં પ્રેસની આઝાદી પર હુમલાની નિંદા કરીએ છીએ. પ્રેસ સાથે આવો વ્યવહાર યોગ્ય નથી. આ અમને ઈમર્જન્સીના એ સમયની યાદ અપાવે છે જ્યારે મીડિયા સાથે આવો વ્યવહાર કરવામાં આવતો હતો.