બોલીવૂડ બાદશાહ શાહરુખ ખાનનો પુત્ર આર્યન ડ્રગ્સ કેસના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં રહ્યો હતો. શુક્રવારે તેનો જન્મ દિવસ પણ હતો પરંતુ તે મુંબઇમાં એનસીબીની ઓફિસે હાજરી પૂરાવવા પણ ગયો હતો.
તેને મળેલા જામીનની શરત પ્રમાણે દર શુક્રવારે તેણે એનસીબી ઓફિસમાં હાજરી પૂરાવવાની હોય છે, આથી તે શુક્રવારે એનસીબીમાં ગયો હતો. આર્યને પીળા રંગનું ટી શર્ટ અને બ્લુ જેકેટ પહેર્યુ હતું. તેની સાથે તેના વકીલ પણ હાજર હતા. આર્યનને 28 દિવસ સુધી જેલમાં રહ્યા બાદ ડ્રગ્સ કેસમાં હાઈકોર્ટે જામીન આપ્યા છે ,સાથે 14 શરતોનું પાલન કરવા માટે પણ જણાવ્યું છે, જેમાં એનસીબીમાં હાજરી પૂરાવવાનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત તેનો પાસપોર્ટ જમા કરાવવા અને દેશ નહીં છોડવા પણ શરતમાં જણાવ્યું છે.