સુપરમાર્કેટ ચેઇન આસ્ડાએ ગયા અઠવાડિયે એલ્ડગેટમાં બેંક + બો બેકરી ખાતે દિવાળી 2021 નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરી રાધિકા હોવર્થ (@radikalkitchen)ના વિશેષ ટેસ્ટિંગ મેનુ સાથે દિવાળીની ઉજવણી કરી હતી. ઈવેન્ટના ભાગ રૂપે, રાધિકા હોવાર્થ દ્વારા બનાવાયેલ વિશિષ્ટ ટેસ્ટિંગ મેનૂ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું જેમાં જણાવેલ સરસામાન આસ્ડાની શેલ્ફ પર ઉપલબ્ધ કરાવાયો હતો.

આસ્ડાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘’ઘણા ઇન્ફ્લુન્સર્સ, ફૂડ બ્લોગર્સ, મીડિયાના લોકો અને કલીનરી વર્લ્ડના લોકોઆ આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો,

આસ્ડાના વર્લ્ડ ફૂડ્સના બાયિંગ મેનેજર કેથરિન મેક્કેને સંક્ષિપ્ત સ્વાગત પ્રવચન કર્યું હતું.

રાધિકા હોવાર્થ જણાવ્યું હતું કે “લોકોએ મને પૂછ્યું કે હું આસ્ડાના દિવાળી ફિયેસ્ટા માટે આવી વિવિધ વાનગીઓ કેવી રીતે રાંધી શકી હતી. પરંતુ આસ્ડાની વિશાળ શ્રેણી સાથે વર્લ્ડ ફૂડની પાંખ તેમજ ફ્રોઝન સેક્શન, સ્વાદથી ભરપૂર સામગ્રીનો ઉપયોગ કરીને વાનગીઓ બનાવવાનું સરળ બની ગયું છે.”

તેમણે જણાવ્યું હતું કે તેણી આસ્ડા સાથે કામ કરીને અને ફરીથી રૂબરૂમાં એક ઇવેન્ટ હોસ્ટ કરવા માટે કેટલી ખુશ હતી.

રાધિકાના ચણા સમોસા ચાટ શૉટ્સ, આસ્ડાના ફ્રોઝન સેક્શનમાંથી ખરીદેલા સમોસા પર આધારિત ગરમ સ્ટાર્ટર, મસાલાના હર્બી ક્યુબ્સ પનીર ટિક્કા અને દેશી મસાલા ટ્વિસ્ટ સાથે ઇટાલિયન પ્રેરિત અરાન્સીની બોલ્સ મહેમાનોને પીરસવામાં આવ્યા હતા.

નિવેદનમાં જણાવાયું હતું કે, ‘’સમારેલી બદામ અને કિસમિસથી તરબતર નવરતન પુલાવ, ગુલાબ જામુન અને શ્રીખંડનો પણ મેનુમાં સમાવેશ કરાયો હતો. ઇવેન્ટ દરમિયાન પીરસવામાં આવેલી તમામ પાંચ વાનગીઓ સુપરમાર્કેટમાંથી સરળતાથી મળી શકે છે અને બનાવી શકાય છે. શ્રેણીના વિસ્તારણ અને યુકેના લઘુમતી સમુદાયોને વધુ સારી રીતે સેવા આપવા માટે કંપની પ્રતિબદ્ધ છે.