(Photo by Kelly Defina/Getty Images)

વિશ્વની નં. મહિલા ટેનિસ ખેલાડી, ઓસ્ટ્રેલિયાની એશ્લી બાર્ટીએ ગયા સપ્તાહે નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેના આ નિર્ણયથી ચાહકો તથા ટેનિસ જગતના દિગ્ગજો પણ ચોંકી ગયા હતા. બાર્ટીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો મેસેજ શેર કરીને પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો. 25 વર્ષની બાર્ટીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો મેસેજમાં પ્રોફેશનલ ટેનિસમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. મને ખબર ન હતી કે, આ સમાચાર તમારી સાથે કેવી રીતે શેર કરવા, તેથી મારા સારા મિત્ર કાસાડેલેકુઆને મદદ કરવા કહ્યું હતું. 3 ગ્રાન્ડ સ્લેમમાં ચેમ્પિયન રહી ચૂકેલી એશ્લી બાર્ટીએ ઓસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન અને વિમ્બલડનની તવારીખમાં પોતાનું નામ ચેમ્પિયન તરીકે અંકિત કર્યું છે. 2019માં ફ્રેન્ચ ઓપન, 2021માં વિમ્બલડન અને 2022માં ઓસ્ટ્રેલિયન ઓપનનો તાજ ધારણ કરી ચૂકેલી બાર્ટી ઓલિમ્પિક્સમાં ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે.