જીવતો
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

આણંદ જિલ્લાના અંકલાવ તાલુકાના અંબાવ ગામમાં સોમવારે મહિલા સરપંચ અને તેના પરિવાર વિરુદ્ધ મુખ્યપ્રધાનને ફરિયાદ કરનાર એક ખેડૂતને જીવતો સળગાવી દેવાનો પ્રયાસ થતાં ચકચાર મચી હતી. ગંભીર રીતે દાઝી ગયેલા ખેડૂતને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. ઘટનાને પગલે ગામમાં તંગદિલી સર્જાઈ હતી અને આંકલાવ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

આ મામલે પોલીસે અંબાવ ગામના મહિલા સરપંચ https://www.garavigujarat.biz/gg-lead-kings-new-years-honours-2026સહિત પાંચ લોકો સામે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી. હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝઝૂમી રહેલા ભરત પઢિયારે જણાવ્યું હતું કે સરપંચ અને તેમના પરિવારના સભ્યોએ મારા પર પેટ્રોલ છાંટીને મને આગ લગાવી દીધી હતી.

આ કેસની વિગત અનુસાર જાગૃત ખેડૂતે મહિલા સરપંચ વિરુદ્ધ ભ્રષ્ટાચારની અરજી કરતા ઉશ્કેરાયેલા સરપંચના પરિવારે કથિત રીતે ખેડૂતને જીવતો સળગાવવાનો પ્રયાસ કર્યો હોવાનું માનવામાં આવે છે. આ હુમલામાં ખેડૂતને બચાવવા ગયેલો તેનો પુત્ર પણ ગંભીર રીતે દાઝી ગયો હતો.

મળતી માહિતી મુજબ, અંબાવ ગામના ભરતભાઈ પઢિયાર નામના યુવકે ગામ ના મહિલા સરપંચ કોકિલાબેન પઢિયાર સામે વિકાસકામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે સત્તાવાર અરજી કરી હતી. આ બાબતની અદાવત રાખીને સરપંચના પરિવારે ભરતભાઈ પર જીવલેણ હુમલો કરવાનું કાવતરું રચ્યું હતું.

LEAVE A REPLY